Crisis in Gaza: ગાઝા માત્ર છ એમ્બ્યુલન્સ કાર્યરત, ઇઝરાયલે 120થી વધુ એમ્બ્યુલન્સ નષ્ટ કરી

રામલ્લાહ: ઇઝરાયલી આર્મી પેલેસ્ટાઇનના ગાઝા પર સતત હુમલો કરી રહી છે, જેમાં મોટી સંખ્યમાં સામાન્ય નાગરીકોના મોત થઇ રહ્યા છે, આ ઉપરાંત ઇઝરાયલી આર્મી નાગરિક અને જાહેર સંપતિઓને નષ્ટ કરી રહી છે, જેના કારણે ગાઝામાં ગંભીર માનવતાવાદી સંકટ ઉભું થયું છે. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર ગાઝા પટ્ટીમાં માત્ર છ એમ્બ્યુલન્સ જ કાર્યરત રહી છે.
માત્રલાયે મીડિયાને આપેલી માહિતી મુજબ, 7 ઓક્ટોબરથી બોમ્બમારો શરૂ થયો ત્યારથી ઇઝરાયેલી સેનાએ 12૦થી એમ્બ્યુલન્સ નષ્ટ કરી દીધી છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બોમ્બ બ્લાસ્ટ અને ધરપકડ કરીને આરોગ્ય કર્મચારીઓને નિશાન બનાવી રહ્યું છે.
અમે ઇન્ટેન્સીવ કેર યુનિટ(ICU) અને નર્સરી સહિત કેટલીક આવશ્યક સેવાઓ ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ પેલેસ્ટિનિયન અધિકારીઓએ કહ્યું હતું કે ઇઝરાયેલ દ્વારા આ હુમલાઓ આરોગ્ય સુવિધાઓ અને નાગરિક સેવાઓને ઇરાદાપૂર્વક લક્ષ્યાંક બનાવીને કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અગાઉ ગાઝાની હોસ્પિટલો અને શાળાઓ પર બોમ્બ મારી ચુકી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 135 પેલેસ્ટિનિયન નાગરીકો માર્યા ગયા છે અને 312 ઘાયલ થયા છે. રફાહમાં એક ઘર પર રાતોરાત ઇઝરાયેલ સૈન્યના હુમલામાં બે વર્ષની બાળકી સહિત 14 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. 7 ઓક્ટોબર બાદથી ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં 23,843 લોકો માર્યા ગયા છે અને 60,317થી વધુ ઘાયલ થયા છે.