ટોપ ન્યૂઝશેર બજાર

આજે શેરબજારની હરિયાળી શરૂઆત, આ સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો…

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં કારોબાર શરુ (Indian Stock Markey Opening) કર્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) આજે 363 પોઈન્ટના વધારા સાથે 74,392ના સ્તર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 71 પોઈન્ટના વધારા સાથે 22,541 પર ખુલ્યો.

Also read : અમેરિકન માર્કેટમાં કડાકા વચ્ચે ટેસ્લાના સ્ટોકમાં ધોવાણ: મસ્ક મુશ્કેલીમાં

શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર ગ્રીન ઝોનમાં અને 15 રેડ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાં. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 38 શેર ગ્રીન સિગ્નલમાં, 7 શેર રેડ સિગ્નલમાં અને 5 શેર કોઈપણ ફેરફાર વિના ટ્રેડ થઇ રહ્યા હતાં.

આ શેરોમાં ઘટાડો:
શરૂઆતના કારોબારમાં નિફ્ટી પેક શેરોમાં, ઇન્ફોસિસમાં 4.31 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો. આ ઉપરાંત, વિપ્રોમાં 3.44 ટકા, ટેક મહિન્દ્રામાં 2.84 ટકા, નેસ્લે ઈન્ડિયામાં 2.42 ટકા અને એચસીએલ ટેકમાં 1.93 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જયારે ઇન્ડસઇન્ડ બેંક 4.43 ટકા, ટાટા મોટર્સ 3.10 ટકા, કોટક બેંક 2.31 ટકા, બજાજ ફાઇનાન્સ 2.10 ટકા અને ITC 1.56 ટકાનો વધારો નોંધાયો હતો.

સેક્ટોરલ ઇન્ડેક્સની સ્થિતિ:
આજે શરૂઆતના કારોબારમાં નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 1.06 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો 0.77 ટકા, નિફ્ટી મીડિયા 0.68 ટકા, નિફ્ટી ફાર્મા 0.12 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.51 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.13 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.38 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.30 ટકા ઘટ્યા હતા.

Also read : ‘મહાવિતરણ’ને શેરબજારમાં લિસ્ટિંગ કરાશે: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત

જ્યારે, નિફ્ટી બેંક 0.31 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 0.28 ટકા, નિફ્ટી મેટલમાં 0.23 ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં 0.11 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 0.19 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.09 ટકા અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમમાં 0.15નો વધારો નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button