અમદાવાદ

AMCમાં 10 પાસ ઉમેદવારો માટે પડી ભરતી; આ રીતે કરો અરજી

અમદાવાદ: સરકારી નોકરી મેળવવાનું સપનું સેવતા હજારો લોકો માટે આ સમાચાર મહત્વના બની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 56 જેટલી જગ્યાઓ પર AMC દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ચાલો જાણીએ ભરતીની વિગતો.

આ પણ વાંચો: આગામી 10 વર્ષમાં 2 લાખથી વધુ લોકોની ભરતી કરશે ગુજરાત સરકાર…

કઈ પોસ્ટ માટે ભરતીની જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા માટે સહાયક ડ્રાઈવર કમ પમ્પ ઓપરેટરની ખાલી પડેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તા.27/03/2025 ના રોજ 23:29 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

કેટલી જગ્યાઓ પર ભરતી

આ ભરતીની જાહેરાતમાં 58 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 26 બેઠકો બિન અનામત, અનુ.જાતિ માટે 4, અનુ.જનજાતિ માટે 8, સામાજિક અને શિક્ષણિક પછાત વર્ગ માટે 15 તેમજ આર્થિક નબળા વર્ગો માટે 5 જગ્યાઓનો સમાવેશ થાય છે.

શું છે શૈક્ષણિક લાયકાત?

તે ઉપરાંત આ પદ માટેની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ અને 6 (છ) મહિનાનો ફાયરમેનનો કોર્ષ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્ષ સરકાર માન્ય સંસ્થા માંથી અથવા આઈ.ટી.આઈ. કોલેજ માંથી પાસ કરેલ હોવો જોઈએ.ફાયરમેન તરીકેનો પાંચ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અને ડ્રાઈવરનો ટ્રેડ ટેસ્ટ પાસ કરેલ હોવો જોઇએ. પમ્પ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવા જોઈએ.

કેટલી ફી ભરવાની રહેશે?

અરજી માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. 500 તથા આર્થિક નબળા વર્ગ, સામાજિક અને શિક્ષણિક પછાત વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. 250 ઓનલાઈન તા.30 માર્ચ સુધીમાં ભરવાના રહેશે. જો કે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

કયા કરવાની રહેશે અરજી?

અરજી કરવા માટે ઉમેદવારે https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx લિન્ક પર જઈ તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. ત્યાર બાદ લાગુ પડતાં ઉમેદવારોએ સાઇટ પર આપવામાં આવતા માર્ગદર્શન મુજબ ફી ભરવાની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button