આપણું ગુજરાતટોપ ન્યૂઝ

વાઈબ્રન્ટ ગુજરાતના મંચ પરથી અમિત શાહે કાશ્મીરમાં રોકાણ કરવાની શા માટે કરી અપીલ?

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું સમાપન થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં આ ત્રણ દિવસીય સમિટનું ધામધૂમથી સમાપન કરવામાં આવ્યું હતું. આ સમાપન દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે ભાષણ આપતા અહીં હાજર ઉદ્યોગપતિઓને જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવા માટે અપીલ કરી હતી.

આ અપીલ તેમણે લોકોને એટલા માટે કરી હતી, કારણ કે કે આ સમિટમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ ઉપસ્થિત હતા. અમિત શાહ પહેલા સિંહે પોતાનું સંબોધન આપ્યું હતું અને આ સંબોધન દરમિયાન તેમણે રોકાણકારોને જમ્મુ અને કાશ્મીરમાં આવવા માટે વારંવાર અપીલ કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આખા દેશમાં સૌથી સારા ઈન્સેન્ટિવ એટલે કે વ્યવસ્થાઓ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણકારોને આપવામાં આવી રહી છે.

અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદ હવે નાબૂદ થવાની તૈયારીમાં છે. આતંકવાદીઓ પોતાના અંતિમ દિવસો ગણી રહ્યા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે અહીં પહેલાથી 90,000 કરોડનું રોકાણ થઈ ચૂક્યું છે તેમણે રોકાણકારોને કહ્યું હતું કે ઉદ્યોગોને વિકસાવવા માટે જે પણ કોઈ વ્યવસ્થાઓ જોઈએ છે તે જમ્મુ કાશ્મીરમાં પણ છે.

આ સાથે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને આ વાતને સ્થાપિત કરવા માટેનું પવિત્ર કામ તમામે કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીરનું વાતાવરણ ઘણું સારું છે અને અહીં આવશો એટલે તમારા જીવનના પાંચ વર્ષ વધી જશે. સંબોધન પછી અમિત શાહે જ્યારે તેમણે પોતાની વાત કહી ત્યારે તેમણે ઉદ્યોગપતિઓને જમ્મુ અને કાશ્મીરમાં પણ રોકાણ કરવા અને જમ્મુ અને કાશ્મીરના વિકાસનો ભાગ બનાવવા માટે પણ અપીલ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button