આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

દાઉદ ઈબ્રાહિમના ખેતરની થશે હરાજી, રત્નાગીરીમાં જમીનો ધરાવે છે અંડરવર્લ્ડ ડોન

મુંબઇ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ખેતરની હરાજી થશે. હરાજી પ્રક્રિયા 5 જાન્યુઆરીએ યોજાશે. SAFEMA એટલે કે સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર (SAFEMA) એ હરાજી માટે ટેન્ડર બોલાવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ પાસે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં 4 ખેતીની જમીન છે. આ પહેલા પણ રત્નાગીરીમાં દાઉદની કેટલીક પ્રોપર્ટીની હરાજી થઈ ચૂકી છે. ગત હરાજીમાં દિલ્હીના એક વકીલે બોલી લગાવી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહેસૂલ વિભાગે દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ પહેલા પણ SAFEMA દ્વારા મુંબઈમાં પણ દાઉદ ઈબ્રાહિમની ઘણી પ્રોપર્ટીની હરાજી થઇ ચૂકી છે. મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં દાઉદ ઈબ્રાહિમના નામે ઘણી બેનામી પ્રોપર્ટી છે, જેને જપ્ત કરીને હવે તેની હરાજી કરવામાં આવી રહી છે.


કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વર્ષ 1993ના મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસ સહિત અનેક ગુનાઓ અને આતંકવાદી હુમલાઓ માટે ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. મીડિયા અહેવાલો મુજબ દાઉદ પાકિસ્તાનના કરાચીમાં રહે છે. તાજેતરમાં સ્થાનિક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોઈએ દાઉદને ઝેર આપ્યું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાઉદની હાલત નાજુક હોવાનું પણ કહેવાયું હતું. જો કે, આ પછી દાઉદના સ્વાસ્થ્યને લગતી કોઈ માહિતી બહાર આવી નથી. પાકિસ્તાને ક્યારેય સ્વીકાર્યું નથી કે તેમણે દાઉદ ઈબ્રાહિમને સુરક્ષા આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button