નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર વધતું દેખાઇ રહ્યું છે. ગોવા, કેરલ, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 ફેલાઇ રહ્યો છે ત્યાં બીજી બાજુ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદ જિલ્લામાં બુધવારે કોરોનાનો નવો કેસ નોંધાયો છે. કોવિડ-19 8 મહિના બાદ ગાજીયાબાદમાં એન્ટ્રી થઇ છે. ગાજીયાબાદમાં બીજેપીના નેતા અમિત ત્યાગીને કોરોના થયો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કોવિડની વધતી સંખ્યા ને કારણ એલર્ટની પરિસ્થિથી સર્જાઇ છે. ત્યારે હવે ફરી એકવાર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને આઇસોલેશન જેવા શબ્દો લોકોની ચર્ચામાં આવી ગયા છે.
કોરોનાના નવા વેરિયન્ટને ધ્યાનમાં લઇને ચંડીગઢ સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં માસ્કની રિએન્ટ્રી થઇ છે. લોકોને ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ક્રાઉડેડ પ્લેસીસ પર જવાનું ટાળવાની સૂચના પણ આપવામાં આવી છે. હોસ્પિટલ જઇ રહેલા લોકો અને તેમના પરિવારજનો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યો છે.
તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાતા તરત જ સારવાર ફરજીયાત કરવામાં આવી છે. જો કોઇ વ્યક્તી કોરોના પોઝીટીવ હોય તો તેને સાત દિવસ સુધી આસોલેશન ફરજીયાત કરી દીધુ છે. ચંદીગઢ પ્રશાસન દ્વારા ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.
કોવિડ-19ની આઠ મહિના બાદ ગાજીયાબાદમાં રિએન્ટ્રી થઇ છે. ગાજીયાબાદના ભાજપના નેતા અમિત ત્યાગીને કોરોના થયો હોવાની જાણકારી મળી છે. આ અંગે મળતી માહિતી મુજબ તેમના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગ સેમ્પલ કલેક્ટ કરીને જીનોમ સિક્વન્સીંગ માટે મોકલશે. કહેવાઇ રહ્યું છે કે ત્યાગીના પરિવારના સભ્યની દુબઇની ટ્રાવેલ હિસ્ટ્રી છે.
દેશના ઘણાં વિસ્તારોમાં કોવિડના દર્દીઓની સંખ્યા વધી રહી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદદ્વાજે બુધવારે કહ્યું કે, સરકાર દેશની રાજધાની જાહેર આરોગ્યની સુવિધાઓની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આપડે સતર્ક રહેવાની જરુર છે ગભરાવાની નહીં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને