રેશમી સાડીમાં સજ્જ આ નીતા અંબાણીની વિનમ્રતાથી પાપારાઝી થયા રાજી
મુંબઇઃ દેશના ધનકુબેર અંબાણી પરિવારમાં જે કંઇ પણ થાય તેની દુનિયાભરમાં ચર્ચા થાય છે. અંબાણી પરિવારની નાની નાની બાબતો પર દરેકનું ધ્યાન હોય છે. મુકેશ અંબાણી ઉપરાંત તેમના પત્ની નીતા અંબાણી પર સફળ મહિલા ઉદ્યોગ સાહસિક છે. તેઓ માત્ર તેમના કામ માટે જ નહીં પણ પારિવારિક મૂલ્યો અને તેમની પરંપરાઓ પ્રત્યેના તેમના પ્રેમ માટે પણ પંકાય છે. તાજેતરમાં નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા. આ મહત્વપૂર્ણ દિવસે શાહરૂખ ખાન સાથે ઘણા કલાકારોએ હાજરી આપી હતી.
અઢળક સંપત્તિના માલિક હોવા છતાં નીતા અંબાણી તેમના મધુર હાસ્ય અને વિનમ્રતાથી સહુનું મનમોહી લે છે. હાલમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક દિવસની ઉજવણીમાં સામેલ થવા જ્યારે તેો આવ્યા ત્યારે તેમને થોડું મોડું થઇ ગયું હતું અને કેમેરામેન, પાપારાઝીઓ તેમને કચકડે કંડારવા, તેમના ફોટા લેવા માટે રાહ જોઇને ઊભા હતા. શાળાના ગેટ પર પહોંચતા જ નીતા અંબાણીએ પોતાની કારમાંથી ઉતરીને તેમની રાહ જોતા પાપારાઝીઓની માફી માંગી હતી અને કહ્યુ હતું કે, ‘સોરી, મને મોડું થઇ ગયું . મેં તમને બહુ રાહ જોવડાવી. મારા માટે આટલો લાંબો સમય રાહ જોવા બદલ તમારો આભાર. ‘
નીતા અંબાણીએ તો પાપારાઝીઓ સાથે નમર્તાથી વાત કરીને, પોઝ આપીને તેમનો દિવસ બનાવી દીધો હતો. નીતા અંબાણી થોડી વારમાં જ ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમથી મળવું અને તેમને પ્રશ્ન પૂછવો એ જ તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે.
નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડે ઈવેન્ટમાં રોયલ બ્લુ સિલ્ક સાડી પહેરીને પહોંચ્યા હતા. તેઓ હંમેશની જેમ ખૂબસૂરત દેખાતા હતા. તેમની સિલ્ક સાડી સિલ્વર કલરના પાંદડાથી ભરેલી હતી. નાજુક ભરતકામ કરેલી સાડીમાં નીતા અંબાણી ઘણા મોહક લાગી રહ્યા હતા.
એમની આ સાડીની કિંમત કેટલી હશે તે અંગે તો કોઇ માહિતી નથી મળી પણ સામાન્ય રીતે નીતા અંબાણીએ પહેરેલી સાડીની કિંમત લાખોમાં જ હોય છે અને તેમની બ્લ્યુ સાડીની કિંમત પણ લાખોમાં જ હશે. સાડીનું ફેબ્રિક અને ઝરી વર્ક રોયલ લૂક આપી રહ્યું હતું. નાજુક વર્ક અને બારીક ઝરીના દોરાઓથી બનેલી બોર્ડર આ સાડીને રોયલ લુક આપે છે. આ સાડી પર ઝરી દોરાઓથી સુંદર રીતે કામ કરવામાં આવ્યું છે. તેમણે હાથમાં ચાંદીનું પર્સ લઇને લુક કંપ્લીટ કર્યો હતો.