‘જલસા’ બંગલો છોડ્યો ઐશ્વર્યા રાયે?, નવી વાતે જોર પકડ્યું…
મુંબઈઃ બોલીવૂડના સુપરસ્ટાર ફેમિલીમાં ખટરાગ ચાલી રહ્યા હોવાની વિવિધ અટકળો વચ્ચે હવે એક ન્યૂઝ જોરદાર વાઈરલ થઈ રહહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યાની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. હવે એવું કહેવાય રહ્યું છે ઐશ્વર્યાએ સાસુમાની સાથે બધું બરાબર રહ્યું નથી. હવે એક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઐશ્વર્યા રાયે અને અમિતાભ બચ્ચનના જંલસા બંગલો છોડી દીધો છે, તેનાથી ફિલ્મી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.
મીડિયાના અહેવાલ અનુસાર પરિવાર સાથે સંકળાયેલો લોકોએ કહ્યું હતું કે ઐશ્વર્યા અને અભિષેક અત્યાર સુધીમાં દીકરી આરાધ્યાને કારણે સાથે હતા. નહીં તો બંને વચ્ચે અનેક બાબતોને લઈ વિવાદો ચાલી રહ્યા છે, પરંતુ હવે બંને વચ્ચેના વિવાદો એટલી હદે વધી ગયા છે કે હવે કદાચ મોટું પગલું ભરે તો નવાઈ રહેશે નહીં. બીજી બાજુ બંને અલગ થયા હોવાની વાતને પણ રદિયો આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મીડિયાના એક અહેવાલ અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ડિસ્ટન્સ વધી ગયું છે, જ્યારે પર્સનલ લાઈફમાં ડિસ્ટન્સ વધી ગયું છે. એટલે સુધી કે ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે નહીં, પરંતુ તેની માતા સાથે રહે છે. આમ છતાં સત્તાવાર અહેવાલોને હજુ સુધી કોઈ સમર્થન મળ્યું નથી.
અહીં એ જણાવવાનું કે સાસુમા જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન સાથે પણ ઐશ્વર્યાને બનતું નથી. બંને વચ્ચે ઐશ્વર્યાએ બોલવાનું પણ બંધ કરી દીધું છે. ઉપરાંત, શ્વેતા સાથે બોલવા-ચાલવાના વ્યવહારો બંધ છે. વાસ્તવમાં ધ આર્ચીઝ ફિલ્મના સ્ક્રિનિંગ વખતે આખો બચ્ચન પરિવાર એકસાથે જોવા મળ્યા પછી પરિવારમાં બધું બરાબર હોવાના પણ સમાચાર મળ્યા હતા.
રહી વાત ઐશ્વર્યા અને અમિતાભની તો બંનેએ એકબીજાને અનફોલો કરવાનો મુદ્દો સૌથી પહેલા પ્રકાશમાં આવ્યો હતો. આમ છતાં ઐશ્વર્યા રાય ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક જ વ્યક્તિને ફોલો કરે છે, એમાં પણ અભિષેકનું નામ જોવા મળે છે. આ બાબત પણ ઘણા બધા સંકેત આપે છે.