દિશા સાલિયાન કેસ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથે આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈ: દિવગંત અભિનતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનની મોત મામલે યુબીટીના નેતા આદિત્ય ઠાકરેની બદનામી કરવાનો આક્ષેપ ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના નેતાએ દાવો કર્યો હતો.
શિવસેના (યુબીટી)ના નેતા અનિલ પરબે દિવગંત અભિનતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનની મોત મુદ્દે યુબીટીના નેતા આદિત્ય ઠાકરેની બદનામી કરવાનો આક્ષેપ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ પરબે એવો પણ દાવો કર્યો હતો કે આ મામલે આદિત્ય ઠાકરેની બદનામી સાથે સાથે શિયાળુ સત્રમાં સરકાર સામે યુબીટીના અવાજને દબાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ અમે આ બાબતથી ડરવાના નથી.
દિશા સાલિયાનના મોતના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા ક્લોઝર રિપોર્ટ પર દાખલ કરવામાં આવી છે. ગયા વર્ષના શિયાળુ સત્રમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દિશા સાલિયાનની મોતની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની નિમણૂક કરવામાં આવી છે.
દિશા સાલિયાને નવ જૂન 2020ના રોજ આત્મહત્યા કરી હતી, એવું પોલીસે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું. દિશા સાલિયાનની મોત બાદ આ મામલે રાજકીય તણાવ થયો હતો. ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે જણાવ્યુ હતું કે આ મામલે એસઆઇટીની નિમણૂક કરવાની માંગણી અનેક સમયથી કરવામાં આવી રહી છે. ભાજપના પ્રસાદ લાડે જણાવ્યુ કે આ મામલે આદિત્ય ઠાકરેની મુસીબતોમાં વહારો કરવાનો કોઈ પણ પ્રયાસ નથી, પણ એસઆઇટીની તપાસ બાદ બધી શંકાઓ દૂર થશે.
દિશા સાલિયાનના મોત બાદ તેના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે પોલીસને દર વખતે દિશાના મોતનું કારણ પૂછતાં તેઓ તમારી દીકરી એ આપઘાત કર્યો એવું મને કહેવામાં આવતું હતું. દિશાના પિતાએ કહ્યું હતું કે દિશાની હત્યા કરવામાં આવી છે, આ મામલે કડક કાર્યવાહી કરીને દરેક દોષીઓને સજા મળવી જોઈએ.