ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ આજથી કાયમી ધોરણે બંધ, ભારત સરકાર પર આરોપ

નવી દિલ્હી: અફઘાનિસ્તાન દુતાવાસે જાહેરાત કરી હતી કે તેણે નવી દિલ્હીમાં તેની એમ્બેસી કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાનના રાજદ્વારી મિશને એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં દૂતાવાસ બંધ કરવાનો તેમનો નિર્ણય 23 નવેમ્બર, 2023 થી અમલી બનશે. અફઘાનિસ્તાન દુતાવાસનું કહેવું છે કે તેઓ ભારત સરકાર તરફથી સતત પડકારોનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નિવેદન મુજબ આ નિર્ણય 30 સપ્ટેમ્બરના રોજ દૂતાવાસ દ્વારા અગાઉની કામગીરીને બંધ કર્યા પછી લેવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ, અફઘાનિસ્તાન દૂતાવાસે જણાવ્યું હતું કે તે 1લી ઓક્ટોબરથી તેનું કામકાજ બંધ કરી રહ્યું છે, દુતાવસે ‘યજમાન સરકાર તરફથી સમર્થનનો અભાવ’, ‘અફઘાનિસ્તાનના હિતોની પુરા કરવાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળતા’,  ‘સંસાધનો અને કર્મચારીઓ અછત’ વગેરે કારણો આપ્યા હતા.

દૂતાવાસે કહ્યું કે આઠ અઠવાડિયાની રાહ જોયા પછી પણ રાજદ્વારીઓ માટે વિઝા વિસ્તરણ અને ભારત સરકારના વર્તનમાં ફેરફારના ઉદ્દેશ્યો સાકાર થયા નથી. આ નિષ્કર્ષ પર પહોંચવામાં અમે ઐતિહાસિક ઘટનાઓ અને વર્તમાન સંજોગોનો કાળજીપૂર્વક વિચાર કર્યો છે.

દૂતાવાસે કહ્યું કે અમે છેલ્લા 22 વર્ષોમાં અફઘાનિસ્તાનને આપેલા સમર્થન અને સહાય માટે ભારતના લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમે અફઘાનિસ્તાનના લોકોની સેવા કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ અને આ પડકારજનક સમયમાં અમારા રાષ્ટ્રને સમર્થન આપવા માટેના રસ્તાઓ શોધવાનું ચાલુ રાખીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button