નેશનલ

Uttarkashi Tunnel Collapse: 900 એમએમ પાઇપ દ્વારા કામદારોને બહાર કાઢવામાં આવશે! આ છે યોજના

ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં નેશનલ હાઈવે પર નિર્માણધીન ટનલનો એક ભાગ ધરાશાયી થયાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ફસાયેલા 40 કામદારોને બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બચાવ દળે પાઈપ દ્વારા કામદારોને બહાર કાઢવાની યોજના બનાવી છે.

રવિવારે સવારે લગભગ 5 વાગ્યે એક નિર્માણાધીન ટનલનો આંશિક ભાગ તૂટી પડ્યો હતો. ટનલની અંદર ફસાયેલા કામદારોને બચાવવા માટે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમ ફસાયેલા કામદારો સુધી પહોંચવા અને તેમને બહાર કાઢવાનો માર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ અંતર અંદાજે 40 મીટર છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળનો લગભગ 21 મીટરનો સ્લેબ દૂર કરવામાં આવ્યો છે અને 19 મીટરને ક્લીયર કરવાનું બાકી છે. રેસ્ક્યુ ટીમ શરૂઆતમાં 30 મીટરના ખડકોને સાફ કરવામાં સફળ રહી હતી, પરંતુ ફરીથી માટી પડી હતી, તેથી ટીમો માત્ર 21 મીટરનું અંતર જ સાફ કરી શકી હતી. છૂટક કાટમાળને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને શોટક્રેટીંગથી 40 મીટર સુધી ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

માહિતી અનુસાર, રેસ્ક્યુ ટીમ કાટમાળમાં જગ્યા બનાવીને 900 એમએમ વ્યાસની પાઇપ મોકલવાની યોજના બનાવી રહી છે, જે એટલી પહોળી હશે કે ફસાયેલા કામદારો તેમાંથી પસાર થઈને બહાર નીકળી શકે. રેસ્ક્યુ ટીમ કાટમાળમાં ડ્રિલ કરવા માટે ઓગર મશીનનો ઉપયોગ કરશે.

ટનલનો એક ભાગ ધરાશાયી થતા કોંક્રીટના ઢગલામાં વાંકાચૂંકા લોખંડના સળિયા હોવાને કારણે બચાવકર્મીઓ માટે અવરોધો ઉભા થયા હતા. ફસાયેલા કામદારો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલના છે. મળતી માહિતી મુજબ, સુરંગમાં ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત છે અને તેમને પાઈપલાઈન દ્વારા ખોરાક અને ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે. બચાવ ટીમે વોકી-ટોકીના માધ્યમથી કામદારો સાથે સંપર્કમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?