નેશનલ

દલ લૅકમાં હાઉસબૉટમાં આગ: ત્રણનાં મોત

આગ: શ્રીનગરમાં પર્યટકોમાં લોકપ્રિય ડલ સરોવર ખાતે લાગેલી આગમાં સળગી ગયેલી હાઉસબૉટ્સના અવશેષો. (પીટીઆઇ)

શ્રીનગર: દલ લૅકમાં હાઉસબૉટમાં લાગેલી આગમાં ત્રણ જણનાં મોત થયા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું.

શનિવારે નવ નંબરના ઘાટ નજીકથી અર્ધબળેલી હાલતમાં ત્રણ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

મૃતકોની ઓળખ કરવામાં આવી હતી. મૃતકોમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જોકે, ત્રીજા મૃતકની ઓળખ થઈ શકી નહોતી, એમ તેમણે કહ્યું હતું.

પર્યટકોનું હબ ગણાતા દલ લૅકમાં શનિવારે સવારે હાઉસબૉટમાં આગ લાગી હતી જેમાં કરોડોની મિલકત નાશ પામી હતી, એમ અધિકારીઓએ કહ્યું હતું.

આગમાં પાંચ હાઉસબૉટનો નાશ થયો હતો. જોકે, એટલી જ સંખ્યામાં તેની સાથે જોડાયેલ ઘરનો નાશ થયો હતો કે કેમ તે જાણી શકાયું નહોતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button