આપણું ગુજરાતટોપ ન્યૂઝ

સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી, 4 મુસાફરો બેભાન,1નું મોત

દિવાળીના રજાઓમાં વતન પરત ફરવા માટે સુરત રેલ્વે સ્ટેશન પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજ સવારથી સુરત રેલ્વે સ્ટેશન પર હજારો લોકો ઉમટી પડતા ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી, શ્વાસ રુંધાઈ જતા એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. ચાર લોકો બેભાન થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુરતમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. દિવાળીની રજાઓમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજે સવારે બાળકો અને મહિલાઓ સહીત મોટી સંખ્યમાં મુસાફરો ઉમટી પડ્યા હતા, ત્યાર બાદ ભીડમાં દોડધામ મચી જતા કેટલાક મુસાફરોના શ્વાસ રુંધાયા હતા. પલીસના બદોબસ્ત હોવા છતા પણ અવ્યવસ્થા સર્જાઈ હતી.

થોડા સમય બાદ સુરત રેલવે પોલીસે સ્થિતિની કાબુમાં લીધી હતી. મહિલા પોલીસ કર્મી સહિતના પોલીસ સ્ટાફે બેભાન થયેલા લોકોને પાણી છાંટી, માઉથ બ્રિધિંગ આપીને જીવ બચાવ્યો હતો. વ્યવસ્થા માટે વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે.

ગઇકાલે શુક્રવારે પણ તાપી-ગંગા સાહિતની ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ટ્રેન ચડવા માટે કલાકોથી લોકો લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. ટ્રેનની 1700 લોકોની કેપેસિટીની સામે 5 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું પણ સુત્રો એ જણાવ્યું હતું. રિઝર્વ કોચમાં પણ રેગ્યુલર ટિકિટ પર મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…