સ્પોર્ટસ

‘હું અને ધોની કયારેય ગાઢ મિત્રો ન હતા’, યુવરાજ સિંહનું નિવેદન

યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેની મિત્રતા અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે તેમની અને ધોની વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા રહી નહતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અને ધોની મિત્રો હતા કારણ કે તેઓ સાથે ક્રિકેટ રમતા હતા પરંતુ ક્યારેય ગાઢ મિત્રો નહોતા. આ દરમિયાન યુવરાજે તેની ક્રિકેટ કારકિર્દીમાં ધોની સાથે વિતાવેલા લાંબા સમય વિશે પણ વિગતવાર વાત કરી.

યુટ્યુબ પર એક ચેટ શોમાં યુવરાજસિંહે કહ્યું, ‘હું અને માહી ગાઢ મિત્રો નથી. અમે મિત્રો હતા કારણ કે અમે સાથે ક્રિકેટ રમ્યા હતા પરંતુ માહી અને મારી જીવનશૈલી ઘણી અલગ હતી. તેથી જ અમારી વચ્ચે ગાઢ મિત્રતા નહોતી. તે જરૂરી નથી કે તમારા સાથી ખેલાડીઓ મેદાનની બહાર તમારા ગાઢ મિત્રો હોય. દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ-અલગ હોય છે. કોઈપણ એક ટીમને જુઓ, તમામ 11 ખેલાડીઓ એકસાથે ફરતા નહિ દેખાય.’

યુવરાજસિંહે કહ્યું કે, ‘જ્યારે પણ હું અને માહી મેદાનમાં ઉતરતા ત્યારે અમે બંને દેશ માટે 100% આપી દેતા હતા. તે કેપ્ટન અને હું વાઇસ કેપ્ટન હતો. અમારા નિર્ણયોમાં મતભેદ થતા. તેના કેટલાક નિર્ણયો એવા હતા જે મને ન ગમતા અને મારા કેટલાક નિર્ણયો તેની સમજ બહારના હતા. આવું દરેક ટીમ સાથે થાય છે.’

યુવરાજે આ દરમિયાન એકબીજાને મદદ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેણે ધોનીને સદી પૂરી કરવામાં મદદ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે ધોનીએ પણ એક વખત તેની ફિફ્ટી પૂરી કરવામાં તેને સપોર્ટ કર્યો હતો.

યુવરાજે તેની વાતચીતમાં તે સમયનો ઉલ્લેખ પણ કર્યો હતો, જ્યારે તેમણે તેમની કારકિર્દી અંગે ધોની પાસેથી સલાહ લીધી હતી. તેણે કહ્યું, ‘જ્યારે હું મારી કારકિર્દીના અંતિમ તબક્કામાં હતો અને મને મારા ભવિષ્ય વિશે સ્પષ્ટ નહોતું ત્યારે મેં ધોની પાસે સલાહ માંગી હતી. તે એ જ વ્યક્તિ હતો જેણે મને કહ્યું હતું કે પસંદગી સમિતિ અત્યારે તમારા વિશે વિચારતી નથી. મારી સ્થિતિ એવી હતી કે મારે વાસ્તવિક પરિસ્થિતિ અને શું થઈ રહ્યું છે તે જાણવું જોઈએ. આ વર્લ્ડ કપ 2019 પહેલાની વાત છે. ધોનીએ જ મને સ્પષ્ટ કહ્યું હતું. મને તેના વિશેની આ વાત ગમી, પછી મેં નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું.’

યુવરાજે કહ્યું કે, ‘તે પણ નિવૃત્ત થઈ ગયો છે. હું પણ નિવૃત્ત થયો છું. જ્યારે અમે મળીએ છીએ, ત્યારે અમે મિત્રોની જેમ મળીએ છીએ. અમે તાજેતરમાં સાથે એક જાહેરાત પણ શૂટ કરી છે. આ સમય દરમિયાન અમને જૂની વાતો યાદ કરવામાં ખૂબ મજા આવી.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ