કોલકાતા: ICC વર્લ્ડ કપ 2023માં પોતાનો વિજય રથ જાળવી રાખવા ઈરાદા સાથે ભારતીય ટીમ આજે સાઉથ આફ્રિકા સામે મેચ રમવા કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર ઉતરશે. મેચ પહેલા ટીમના ખેલાડીઓ પ્રેક્ટીસ સેશનમાં પરસેવો પડી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા સહિત બેટ્સમેનોએ મેચ પહેલાની સાંજે ઈડન ગાર્ડન્સ ખાતે ફ્લડલાઈટના પ્રકાશમાં પ્રેક્ટિસ કરી હતી, જ્યારે ત્રણેય ફાસ્ટ બોલરો કે જેઓ શાનદાર ફોર્મમાં છે, તેઓ પ્રેક્ટિસ માટે આવ્યા ન હતા. ભારતીય ટીમે સાંજે બે કલાક પ્રેક્ટિસ કરી હતી જેમાં ધ્યાન માત્ર બેટિંગ પર હતું.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને સ્પિનર કુલદીપ યાદવ પ્રેક્ટિસ માટે આવ્યા ન હતા. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમે પણ બપોરે લગભગ અઢી કલાક પ્રેક્ટિસ કરી હતી.
દક્ષિણ આફ્રિકાના સ્પિન બોલરોનો સામનો કરવા માટે સૂર્યકુમાર યાદવ પણ લાંબા સમય સુધી બેટિંગ કરતા જોવા મળ્યો હતો. બાંગ્લાદેશ સામે હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં ઈજાના કારણે સૂર્યાને ટીમમાં જગ્યા મળી હતી. ઈંગ્લેન્ડ સામે 47 બોલમાં 49 રનની ઈનિંગ રમીને સુર્યાએ સાબિત કર્યું હતું કે તે ધીરજ પૂર્વક બેટિંગ પણ કરી શકે છે. સૂર્યકુમાર યાદવ કોલકાતાની સ્થિતિ સારી રીતે જાણે છે. તેણે 2018 માં મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયા પહેલા તે પહેલી ચાર ચાર સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સનું માટે રમ્યો હતો.