મનોરંજન

ઉંમરમાં હાફ સેન્ચ્યુરી મારી આ અભિનત્રીએ પણ ફીટનેસમાં ડબલ સેન્ચ્યુરી

બોલીવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમણે પોતાની ફીટનેસ અને લૂક જાળવી રાખ્યા છે અને તેઓ હંમેશાં જવાન દેખાતા હોય છે. જોકે આ જવાન દેખાવા માટે તેઓ ઘણીવાર મેડિસિન્સ કે આર્ટિફિશિયલ ટ્રીટમેન્ટ્સ લેતા હોય છે અને સરવાળે શરીરને નુકસાન પહોંચાડતા હોય છે. પણ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સેલિબ્રિટી છે જેમની ઉંમર દેખાતી નથી અને આ માટે તેમણે કુદરતી રસ્તાઓ જ અપનાવ્યા છે આમાંથી એકનો આજે જન્મદિવસ છે.

1993માં શાહરૂખ ખાન અને કાજોલની હીટ જોડી હોવા છતાં ડેબ્યુ કરી ફેમસ થનારી શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ છે. શિલ્પા આજે 50 વર્ષની થઈ છે. મૂળ મેંગલોરમાં જન્મેલી શિલ્પા ફીટનેસ માટે માત્ર જાણીતી નથી, પરંતુ તેની ફીટનેસની સીડી બહાર પડે છે અને યોગાસનો અને ફીટનેસ માટે લોકો તેને ફોલો કરે છે.

શિલ્પાનું ઓરિજનલ નામ તો અશ્વિની હતું, પરંતુ ફિલ્મોમાં પ્રવેશ પહેલા જ્યોતિષીના કહેવાથી તેણે નામ બદલી નાખ્યું હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ કહે છે. ઈન્ડસ્ટ્રીમાં દૂર દૂર સુધી કોઈ જાણતું ન હોવા છતાં શિલ્પાએ પોતાની ઓળખ બનાવી. શિલ્પા 12-15 વર્ષની હતી ત્યારથી જ મોડલિંગ કરતી હતી. મુંબઈ આવી સૌથી પહેલા તેણે લિમ્કા કોલ્ડડ્રિંકની જાહેરાતથી સૌનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ બાઝીગરમાં એસઆરકે સાથે ચમકી. શિલ્પાએ કરિયરમાં ઘણી ફિલ્મો અને હીટ સૉંગ્સ આપ્યા છે. છેલ્લા 10-12 વર્ષથી તે ડાન્સિંગ રિયાલિટી શૉમાં જજ તરીકે દેખાય છે.

શિલ્પાએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે અને તેમને એક સંતાન છે. જૂહુમાં વિશાળ બંગલામાં રહેતી શિલ્પા જોકે ફિલ્મોમાં ઓછી જ જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button