બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: એક વિજેતા બ્રાન્ડનો હર્ષનાદ : ‘ઈ સલા કપ નામદુ’ !

-સમીર જોશી
આઈપીએલની 18મી સિઝન મંગળવારે પૂરી થઇ. બેંગલોરની ટીમ ફાઈનલી કપ જીતવામાં સફળ રહી. વિરાટ કોહલીના નામ સાથે આઈપીએલ ટ્રોફી પણ જોડાઈ ગઈ. એની આંખોમાં જે રીતે આનંદનાં આંસુ ઊભરાઈ આવ્યાં, એ જે રીતે પત્ની અનુષ્કાને ભેટ્યો, ડીવિલર્સ અને ગેલ જેવા ખેલાડીને નિવૃત્તિ પછી પણ વિજયના જશ્નમાં યાદ કરી સાથે રાખ્યા…. આવી ઘણી વાતો બેંગલોરને એક સફળ અને સશક્ત બ્રાન્ડ બનાવે છે. ઈંઙક વર્ષે દર વર્ષે મોટુ સ્વરૂપ લઇ રહી છે અને તેની સાથે જોડાયેલી ટીમ્સ પણ પોતાનું વેલ્યુએશન વધારી રહી છે. આશ્ચર્યની વાત છે કે ના કોઈ પ્રોડક્ટ કે સર્વિસ છતાં આટલું મોટુ વેલ્યુએશન… આ છે એક કોન્સેપ્ટનો ખ્યાલ વિભાવનાની કમાલ….
આજે આઈપીલ વૈશ્વિક સ્તરની બ્રાન્ડ બની છે. સફળ બ્રાન્ડ હંમેશાં કશુંક નવું કરતી રહે છે, જેથી તે તેના ક્ધઝ્યુમર સાથે સતત જોડાયેલા રહે. ટેક્નોલોજીનો ઉપયોગ, ‘ચંપક’ નામક રોબોટિક ડોગ, વિવિધ ભાષાઓમાં કોમેન્ટ્રી, ડોટ બોલને પર્યાવરણ સાથે સાંકળવું, ટીમના માલિકોને બંધ બારણે ના રાખીને એમને લોકો સમક્ષ લાવવા, એમના અભિપ્રાય, લાગણી, ખુશી, નારાજગી જાહેરમાં દર્શાવા દેવી, ઈત્યાદિ બીજી વાતો, જે વર્ષના બે મહિના સુધી લોકોના દિલોદિમાગ પર છવાયેલી રહે છે. આ ઇવેન્ટ વેપારીઓને અને બ્રાન્ડને ઘણી બધી વાતો શીખવી જાય છે કે કઈ રીતે તમારી બ્રાન્ડને તમારા ક્ધઝ્યુમરના દિલોદિમાગમાં જીવંત રાખવી.
આજે બ્રાન્ડ ‘ રોયલ ચેલેન્જર્સ- બેંગ્લોર’ની વાત પણ કરીયે, કારણ કે આ એક બ્રાન્ડ છે જે આપણને બીજી અનેક વાત શીખવી જાય છે. ‘ધીરજના ફળ મીઠા’ કહેવતને એ ટીમે સાર્થક કરી. આનો મતલબ તે નથી કે તમે પ્રયત્ન ના કરો. આ ટીમે કમાણી પણ કરી છે સાથે સાથે પોતે સેવેલી આશા પણ નથી છોડી. એ ટીમ સતત પોતાની ભૂલોમાંથી શીખતી રહી અને પોતાના અભિગમને સુધારતી રહી. બ્રાન્ડ માટે કંસિસ્ટંસી સુસંગતતા જરૂરી છે. નવી વાત ઉમેરતા રહો.
તમારી બ્રાન્ડ પાસે એક હીરો પ્રોડક્ટ હોવું જોઈએ, જેના માટે લોકો તમારી તરફ આકર્ષાય. એની સાથે બીજા પ્રોડક્ટ પણ એવા રાખો, જે આ હીરો પ્રોડક્ટ સાથે રહી લોકોની આંખમાં આવે અને લોકો તેને પણ ખરીદે. ક્રોસ અને અપ સેલનો કોન્સેપ્ટ અપનાવો. વિરાટ કોહલીની સાથે સાથે તમે જો જોશો તો હરેક મેચમાં નવા નવા પ્લેયરો ઝળક્યા. જયારે બધા પ્રોડક્ટ પર લોકોની નજર જશે ત્યારે રેવન્યુ વધવાની શરૂઆત થશે અને વેલ્યુએશન માટે પણ આ કામ લાગશે.
બદલવાની ક્ષમતા- ચેન્જ લાવવો જરૂરી છે. જયારે અમુક ચીજ ના ચાલતી હોય તો અલગ તરીકાઓ શોધવા જરૂરી છે. અમુક નિર્ણયો તેવા લેવા જે લોકોને આશ્ર્ચર્યમાં મૂકી દે. રિસ્કી હોઈ શકે પણ કદાચ પરિણામ તમારી તરફેણમાં પણ આવી શકે. રજત પાટીદારને કેપ્ટન બનાવી ટીમના સંચાલકોએ આ સાબિત કર્યું.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : 80/20 નો સિદ્ધાંત આપી શકે છે સકારાત્મક પરિણામ…
આજના કોન્ટેન્ટના જમાનામાં સતત તમારા ઑડિએન્સની સાથે રહેવું જરૂરી છે. આ બધી ટીમ આખા વર્ષ દરમ્યાન પોતાના ફેન્સની સાથે સંબંધ જાળવી રાખે છે – નહિં કે સિઝન થી સિઝન. આ અગત્યનો મુદ્દો છે, જે બ્રાન્ડે શીખવા જેવો છે, તમારી બ્રાન્ડનું ફેન ફોલોઇંગ વધારો. બધી ટીમ આ વાત જાણે છે, પણ બેંગ્લોરે અમુક રીતે પોતાને આ વાતોમાં આગળ રાખી છે. માર્કેટિંગનું એક પાસું એટલે તમે કોની સાથે જોડાયેલા છો,જેને એસોસિએશન કહે છે.
બેંગ્લોર પાસે પહેલેથી મોટાં નામ જોડાયેલા છે જેમ કે વિરાટ, ગેલ, ડિવિલિયર્સ. વાત ફક્ત એમને લેવાની નથી પણ વર્ષો સુધી પોતાની સાથે રાખવાની છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન એ લોકો પોતાને, વિવિધ વાતોથી લોકો સાથે જોડાયેલા રાખે છે. તે પછી ટુર્નામેન્ટ પહેલાની અનબોક્સ પાર્ટી હોય, સ્ટેડિયમમાં લોકોને આનંદિત કરતી ગેમ હોય કે પછી પોતે શરૂ કરેલા કેફે હોય અથવા જે લેજેન્ડ પ્લેયર નિવૃત્ત થાય ત્યારે એમની સાથે થતી પ્રવૃત્તિઓ હોય. આવી બધી વાત ટીમને એના ખેલાડીઓને પ્રેક્ષકો સાથે જોડી રાખે છે અને તેના થકી આજે ‘રોયલ ચેલેન્જર્સ’ રમતગમત જગતની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થતી છઠ્ઠી બ્રાન્ડ છે.
સૌથી મહત્ત્વનું તમારી બ્રાન્ડ જ્યાંની છે ત્યાંના ક્લ્ચર સાથે, ભાષા સાથે, લોકો સાથે એમના બનીને રહો. 18 વર્ષથી બધી ટીમોએ આ શીખવ્યું છે. ચેન્નાઇ સુપર કિંગનું ‘થાલા’ હોય કે પછી બેંગલોરનું ‘ઈ સલા કપ નામદુ.’ આજે ડિજિટલના જમાનામાં ત્યાંની ભાષામાં, ત્યાંની રહેણીકરણી પ્રમાણે બ્રાન્ડ એના જેવી બને એ જરૂરી છે.
આમ બ્રાન્ડ ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’ એક સફળ બ્રાન્ડ ત્યારે બની જયારે બેંગ્લોરે પોતાને માત્ર એક સ્પોર્ટ્સ ટીમ કે ક્લબ ન ગણતા એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે પોઝિશન કરી. આ એનો માસ્ટર સ્ટ્રોક હતો. આજે તે એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તરીકે ઓળખાય છે અને નહિં કે ફક્ત સ્પોર્ટ્સ બ્રાન્ડ.
કહેવાનું તાત્પર્ય તે છે કે સમજી- વિચારી વ્યૂહરચના બનાવવામાં આવે છે ત્યારે તમે હાર જીતથી પરે, માર્કેટ લીડરથી પરે, નફાની પરે એક વેલ્યુએબલ બ્રાન્ડ બનો છો. ખરા અર્થમાં જેને માર્કેટિંગની ભાષામાં કહેવાય છે તેમ લવડ બ્રાન્ડ- લોકોની ચાહિતી બ્રાન્ડ તરીકે સ્થાપિત થાવ છો.
આ ફાઈનલ શરૂ થઈ એ પહેલાં બેંગ્લોર ટીમના ચાહકો કહેતા હતા : ‘કપ આવવા દો..આવવા દો ’ અને
વિજેતા બન્યા પછી હવે આખું કર્ણાટક ગર્વથી કહે છે :
‘ઈ સલા કપ નામદુ…! આ વર્ષે કપ હવે અમારો થયો!’
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: ઇવેન્ટ… માર્કેટિંગ માટે એક મૂલ્યવાન અંશ