મનોરંજન

અક્ષય કુમારની કિલર કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 2 દિવસમાં છાપ્યા 50 કરોડ રૂપિયા

મુંબઈઃ ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા (Filmmaker Sajid Nadiadwala)ની હિટ કોમેડી ફ્રેન્ચાઇઝી (Hit comedy franchise) ‘હાઉસફુલ’ (Housefull) ને દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. આ ફ્રેન્ચાઈઝીની 4 ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી જ છે. જ્યારે હવે પાંચમી ફિલ્મને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. સાજિદ નડિયાદવાલાની આ ફ્રેન્ચાઇઝી બોલિવુડમાં સૌથી સફળ રહી છે, જેનો ફાયદો હવે તેના પાંચમા ભાગ એટલે કે ‘હાઉસફુલ 5’ (housefull 5)ને મળી રહ્યો છે. ફિલ્મ ‘હાઉસફુલ 5’ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં સારી કમાણી કરી રહી છે.

પહેલા દિવસે હાઉસફુલ 5 એ બોક્સ ઓફિસ પર 24 કરોડ રૂપિયા છાપ્યા

‘હાઉસફુલ 5’ એટલા માટે ખાસ છે કારણ કે, આ ફિલ્મમાં લગભગ 18 જેટલા મોટા કલાકારો એક સાથે જોવા મળ્યાં છે. એટલે ‘હાઉસફુલ 5’ મસ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ છે અને આ આખી ફિલ્મ ક્રુઝ શિપ પર શૂટ કરી કરવામાં આવી છે. ‘હાઉસફુલ 5’માં કોમેડી સાથે સાથે કિલરનો સસ્પેન્સ છે. જેના કારણે ચાહકોમાં તેને જોવાની ઉત્તેજના ઘણી વધી ગઈ છે. ‘હાઉસફુલ 5’ ને પહેલા દિવસે તેની ફ્રેન્ચાઇઝી વેલ્યુનો ઘણો ફાયદો મળ્યો જેના કારણે બોક્સ ઓફિસ પર 24 કરોડ રૂપિયાથી કમાણી કરી હતી.

અક્ષય કુમારે 4 વર્ષ બાદ બોક્સ ઓફિસ પર મોટી ઓપનિંગ ફિલ્મ આપી

અક્ષય કુમાર માટે ‘હાઉસફુલ 5’ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, છેલ્લા 4 વર્ષ પછી તેણે બોક્સ ઓફિસ પર મોટી ઓપનિંગ આપી છે. અક્ષયની મલ્ટીસ્ટારર ફિલ્મને શનિ અને રવિની રજાનો ખૂબ જ ફાયદો થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘હાઉસફુલ 5’ એ શનિવારે લગભગ 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મના કુલ કલેક્શનની વાત કરવામાં આવે તો, માત્ર બે દિવસમાં 54 કરોડ રૂપિયા છાપી લીધા છે. હજી આ આંકડો વધી તેવી મેકર્સને આશા છે.

દેવગણની ફ્રેન્ચાઈઝ ફિલ્મને ટક્કર આપવામાં હાઉસફુલ 5 પાછળ

હાઉસફુલના કમાણી ખૂબ જ સારી રહી છે પરંતુ અજય દેવગણની ફ્રેન્ચાઈઝી ફિલ્મને ટક્કર આપવામાં પાછળ રહી ગઈ છે. અજય દેવગણની ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘ગોલમાલ અગેન’ એ માત્ર બે દિવસમાં 58.51 કરોડ રૂપિયા કલેક્શન કર્યા હતા. ‘ગોલમાલ’ ફ્રેન્ચાઈઝી ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઈઝી જેટલી જ લોકપ્રિય છે અને તેના દરેક ભાગથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. પરંતુ ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઈઝીનું બોક્સ ઓફિસ કલેક્શન બીજા બધા કરતા સારું રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, હાઉસફુલ 5 પોતાના બજેટ કરતા કેટલી વધારે કમાણી કરી શકે છે!

આ પણ વાંચો…હાઉસફુલ-5 બોક્સ ઓફિસમાં હાઉસફુલઃ અક્ષયની ફિલ્મે પહેલા દિવસે જ કરી બમ્પર કમાણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button