નેશનલ

પાકિસ્તાની ડ્રોનનો હવે થશે પર્દાફાશ! ક્યાંથી લાવ્યા અને કેવી ક્ષમતા? દરેક પ્રકારની વિગતો સામે આવશે…

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સ્થિતિ વધારે વણસી ગઈ છે, છેલ્લા ચાર દિવસથી બન્ને દેશો વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે પાકિસ્તાનમાં વસતા આતંકવાદીઓની ઠેકાણાઓ શોધીને મુસાઇલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં 100 આતંકવાદીઓ મોતને ઘાટ ઉતર્યા હોવાનો દાવો છે. સામે પાકિસ્તાને પણ ભારત પર હુલમો કરવા માટે 400 ડ્રોન છોડ્યાં હતા. જો કે, ભારતે તે તમામ ડ્રોનને ધ્વસ્ત કરી દીધા હતા. અત્યારે તે ડ્રોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન ડ્રોનને ભારતે ફોરેન્સિક તપાસ માટે મોકલ્યાં
ડ્રોન એક ઉડતો રોબોટ હોય છે, જેને રિમોટથી કંટ્રોલ કરવામાં આવે છે. આ ડ્રોન સેન્સર અને જીપીએસથી કામ કરતા હોય છે. આ ડ્રોનનો ઉપયોગ વિમાન વિરોધી લક્ષ્ય પ્રેક્ટિસ, ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને હવે શસ્ત્રોના પ્લેટફોર્મ તરીકે કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોન કેવા પ્રકારના છે તે જાણવા માટે અત્યારે ડ્રોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યાં બાદ જાણવા મળશે કે, પાકિસ્તાને કેવા પ્રકારના ડ્રોનનો ઉપયોગ કર્યો છે. ફોરેન્સિક તપાસમાં ડ્રોનની ચીપ, જીપીએસ સિસ્ટમ, અને તેની ક્ષમતાની પણ તપાસ કરવામાં આવશે. એટલે જ નહીં પરંતુ આ ડ્રોનને કોણ કંટ્રોલ કરતું હતું અને ક્યાંથી ઉડાડવામાં આવ્યા તેની પણ વિગતો મેળવાવમાં આવશે.

ફ્લાઇટ મોડ અને નેવિગેશન એમ બે પ્રકારના ડ્રોન હોય છે
યુદ્ધ જેવી સ્થિતિમાં વપરાતા ડ્રોનની વાત કરવામાં આવે તો, ડ્રોન બે પ્રકારના હોય છે. એક ફ્લાઇટ મોડ અને બીજો નેવિગેશન. ડ્રોનને ઉડાડવા માટે મોટા ભાગે બેટરીનો ઉપયોગ થાય છે. ડ્રોનનું વજન ઘટાડવા માટે તેની ફ્રેમ હળવા મટિરિયલથી બનાવવામાં આવે છે. પ્રોપેલર ડ્રોનમાં ફ્રેમ સાથે જોડાયેલા ચાર ડબલ-બ્લેડેડ પ્રોપેલર હોય છે, જે મોટરનો ઉપયોગ કરીને લિફ્ટ પ્રદાન કરે છે. પાંખોવાળા ડ્રોનમાં, વિમાનની ગતિવિધિનો ઉપયોગ પાંખોને હવામાં ધકેલવા માટે થાય છે, જેના કારણે તે ઉપર આવે છે.

સૌથી મહત્વની વાત એ છે કે, ડ્રોન માટે કંટ્રોલરની ખાસ આવશ્યકતા રહેતી હોય છે. આ કંટ્રોલર ડ્રોનનું સંચાલન કરવા, તેને લોન્ચ કરવા, નેવિગેશન માટે અને લેન્ડ કરવા માટે હોય છે. ડ્રોન માટે બેટરી કે ઊર્જા જેટલી મહત્વની હોય છે તેટલો જ કંટ્રોલર પણ મહત્વનો હોય છે. જો કે, કેટલાક એવા ડ્રોન પણ આવે છે જો ઓટોમોડ પર પણ ઉડી શકે છે.

યુદ્ધની રીત અત્યારે બદલાઈ ગઈ છે, હવે ઘરે બેઠા પણ કોઈ દેશ બીજા દેશ પર હુલમો કરી શકે તેવી ટેક્લોનોજીનો વિકાસ થયો છે, જો કે યુદ્ધને વિકાસ કહેવો કે અધોગતિ તે પણ એક પ્રશ્ન છે! ખેર ડ્રોનની વાત કરવામાં આવે તો ડ્રોનનાં ફ્લાઇટ કંટ્રોલર, GPS મોડ્યુલ, બેટરી, એન્ટેના, રીસીવર, કેમેરા, કેમેરાને વાઇબ્રેશનથી બચાવવા માટે ગિમ્બલ્સ, સેન્સર જેવી સુવિધાઓ હોય છે. તેમાં સ્થાપિત એક્સીલેરોમીટર ડ્રોનની ગતિ માપે છે, જ્યારે અલ્ટીમીટર તેની ઊંચાઈ નક્કી કરે છે.

કયા દેશ પાસે સૌથી વધારે શક્તિશાળી ડ્રોન છે?
મોટાભાગના દેશો પર ડ્રોન ટેક્નોલોજી ઉપલબ્ધ છે. પરંતુ સૌથી વધારે શક્તિશાળી ડ્રોન અમેરિકા પાસે હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમેરિકા પાસે MQ-9 રીપર નામના ડ્રોન છે. જે વિશ્વનો સૌથી શક્તિશાળી ડ્રોન છે. , MQ-9 રીપર 50,000 ફૂટ સુધીની ઊંચાઈએ પણ કામ કરવા સક્ષમતા ધરાવે છે. એક જ વખત ઇંધણ ભર્યા પછી તે સતત 27 કલાકથી વધુ સમય સુધી કામ કરી શકે છે. MQ-4 ગ્લોબલ હોક એવો ડ્રોન છે કે, 60,000 ફુલની ઊંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે, અને તે સતત 30 કલાક સુધી હવામાં રહી શકે છે.

અન્ય કયા દેશો પાસે શક્તિશાળી ડ્રોન છે?
બાયકર મકિના દ્વારા વિકસાવવામાં આવેલ ડ્રોન બાયરાક્ટર TB2 ડ્રોન પણ સારી એવી ખ્યાતી ધરાવે છે. જે, 27 હજાર ફૂટની ઊંચાઈએ ઉડવા માટે સક્ષમ છે. આ ડ્રોન પણ સતત 27 કલાક સુધી પોતાનું મિશન પૂર્ણ કરી શકે છે.આ ડ્રોન 150 કિલોગ્રામ વજનનો સામાન કે વિસ્ફોટકો લઈ જઈ શકે છે. ચીન પાસે પણ સીએચ-5 રેનબો ડ્રોન છે. જેને ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશન દ્વારા બનાવમાં આવ્યાં છે. ચીન પાસે જે ડ્રોન છે તે સતત 60 કલાક સુધી હવામાં રહી શકે તેવી ક્ષમતા વાળા છે. ભારત જે ડ્રોનનો ઉપયોગ કરે છે કે, હર્મેસ 900 ડ્રોન છે. એલ્બિટ સિસ્ટમ્સના હર્મેસ 900 ડ્રોન 30 હજાર ફૂટની ઊંચાઈએ કોઈપણ અવરોધ વિના કામ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button