
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. તેવા સમયે G-7 દેશોએ એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આ નિવેદનમાં, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયને સરહદની બંને બાજુ સંયમ રાખવા અપીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે અમે બંને દેશના નાગરિકોની સુરક્ષા અંગે ખૂબ ચિંતિત છીએ.
સીધી વાતચીત કરવા પર ભાર
G-7 દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે તણાવ તાત્કાલિક ઘટાડવા માટે અપીલ કરીએ છીએ અને બંને દેશોને શાંતિપૂર્ણ પરિણામ તરફ સીધી વાતચીત કરવા પર ભાર મૂકીએ છીએ. અમે બંને દેશના એકશન પર નજીકથી નજર રાખીએ છીએ અને ઝડપી અને સ્થાયી રાજદ્વારી ઉકેલ માટે અમારો ટેકો જાહેર કરીએ છીએ. “
અમેરિકાએ તણાવ ઘટાડવા બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી
આ પૂર્વે અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થી કરવાના યુએસ પ્રયાસો પર એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકા બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માંગે છે.
લેવિટે કહ્યું કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો તણાવ ઘટાડવા માટે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ શક્ય તેટલી વહેલી તકે સંઘર્ષ ઘટાડવા માંગે છે. લેવિટે કહ્યું કે આ દેશો વચ્ચેનો સંઘર્ષ જૂનો છે અને તેને વધુ વધતો અટકાવવા માટે વાતચીત ચાલુ છે.
આ પણ વાંચો…પાકિસ્તાનનો ડ્રોન એટેક: પંજાબના ફિરોઝપુરમાં 3 લોકો ઘાયલ, એક ગંભીર…