1900 કરોડથી વધુ પાસવર્ડ થયા ચોરી, ચેક કરો તમારું એકાઉન્ટ તો નથી થયું હેક?

આજકાલની ડિજિટલ લાઈફમાં આપણું જીવન ઓનલાઈન બેંકિંગ, ઓનલાઈન શોપિંગ અને સોશિયલ મીડિયા જેવી સેવાઓ પર આધાર રાખતું થઈ ગયું છે. આવી સ્થિતિમાં ડિજિટલ આઈડેન્ટિટી પહેલાં કરતાં વધારે જરૂરી થઈ ગઈ છે.
આ માટે એક યુનિક પાસવર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર એપ્રિલ, 2024થી લઈને અત્યાર સુધી 200થી વધુ ડેટા બ્રિચ થયા છે અને એમાં 19 અબજ (1900 કરોડ)થી વધુ પાસવર્ડ ઈન્ટરનેટ પર લીક થઈ ગયા છે.
એક અધ્યયનમાં આ વાતનો ખુલાસો થયો હતો કે 1900 કરોડથી વધુ પાસવર્ડ હવે ડાર્ક વેબ અને હેકર ફોરમ પર ઉપલબ્થ છે. અહીંયા લીક કઈ હાઈ પ્રોફાઈલ બ્રિચ જેમ કે સ્નોફ્લેક અને એસઓસીરડાર.આઈઓ જેવા મામલાનો હિસ્સો છે. જેને કારણે કરોડો લોકોની ડિજિટલ આઈન્ડેન્ટિટી જોખમમાં મૂકાઈ છે.
આપણ વાંચો: હેકર્સે Internet Archiveની સર્વિસ ખોરવી નાખી, 3 કરોડ પાસવર્ડ ચોરાયા
રિસચરોએ જણાવ્યું હતું કે લીક થયેલાં પાસવર્ડમાંથી માત્ર 6 ટકા પાસવર્ડ જ યુનિક હતા. એનો અર્થ એ થયો કે મોટા ભાગના લોકો પાસવર્ડ રીપિટ કરે છે. જેને કારણે ડિક્શનરી અટેક અને બ્રુય ફોર્સ અટેકના ચાન્સીસ વધી જાય છે.
નિષ્ણાતોએ પાસવર્ડની લંબાઈ, કેરેક્ટર ટાઈપ, સ્પેશિયલ કેરેક્ટર અને કેપિટલ લેટર્સના ઉપયોગનું ગહન અધ્યયન કર્યું હતું. આ 12 મહિનામાં કુલ 19,03,03,05,929 પાસવર્ડ લીક થયા છે અને એમાંથી 1.14 અબજ પાસવર્ડ જ યુનિક હતા.
અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આશરે 27 ટકા લોકો માત્ર સ્મોલ લેટર્સ અને નંબર્સથી પાસવર્ડ બનાવે છે.
આપણ વાંચો: સાયબર સાવધાની : સાયબર સર્જિકલ સ્ટ્રાઈકનો વિચાર ઉમદા પણ પરિણામ?
022માં માત્ર 1 ટકા લોકોએ પાસવર્ડ જ અપર કેસ, લોવર કેસ, નંબર અને સ્પેશિયલ કેરેક્ટના કોમ્બિનેશનો ઉપયોગ કર્યો હતો. હવે આ ટકાવારી વધીને 19 ટકા જેટલી થઈ છે, પણ હજી પણ આ આંકડો ખૂબ જ ઓછો છે.
આ રીતે બચાવો પોતાને પાસવર્ડ લીકથી
⦁ કોઈ વિશ્વસનીય વેબસાઈટ પર ચેક કરો તમારો ડેટા લીક થયો છે કે નહીં, જો લીક થયો હોય તો તરત જ પાસવર્ડ બદલી નાખો
⦁ દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ બનાવો. એક જ પાસવર્ડથી તમામ એકાઉન્ટ લિંક કરવા જોખમી છે
⦁ પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને એક પાવરફૂલ પાસવર્ડ જનરેટ કરીને સ્ટોર કરો
⦁ શક્ય હોય તો દરેક પ્લેટફોર્મ પર ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન ઓન કરો
⦁ ઓછામાં ઓછા 12 કેરેક્ટરનો પાસવર્ડ બનાવો, જેમાં સ્મોલ, કેપ્સલોક, નંબર અને સ્પેશિયલ કેરેક્ટર હોય
⦁ તમારા નામ, જન્મતારીખ કે બીજી કોઈ પર્સનલ ઈન્ફોર્મેશન પાસવર્ડમાં ના રાખો