નેશનલ

યુરોપના દેશોને વિદેશમંત્રી એસ. જયશંકરનો કડક સંદેશ, કહ્યું ભારતને ભાગીદારોની જરૂર છે સલાહકારોની નહિ

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપના દેશોને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત સાથે ગાઢ સંબંધો વિકસાવવા માટે યુરોપને થોડી સંવેદનશીલતા અને પારસ્પરિક હિતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

એસ. જયશંકરે એક ઇન્ટરેક્ટિવ સત્રમાં આ વાત કહી. તેમણે કહ્યું કે ભારત હંમેશા રશિયન વાસ્તવવાદની હિમાયત કરે છે અને ભારત અને રશિયા અનેક સંદર્ભમાં એકબીજાના પૂરક છે. વિદેશ મંત્રીએ રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવાના પશ્ચિમના અગાઉના પ્રયાસોની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું જેમ હું રશિયન વાસ્તવવાદનો સમર્થક છું.તેમ હું અમેરિકન વાસ્તવવાદનો પણ સમર્થક છું.

આપણ વાંચો: PoKને લઈ પૂછેલા સવાલનો જવાબ એસ. જયશંકરે કંઈક એવી રીતે આપ્યો કે પત્રકારની બોલતી બંધ થઈ ગઈ…

ભાગીદારો શોધીએ છીએ સલાહકારો શોધતા નથી

યુરોપ પાસેથી ભારતની અપેક્ષાઓ અંગેના પ્રશ્નના જવાબમાં, જયશંકરે કહ્યું કે તેણે ઉપદેશ આપવાને બદલે પારસ્પરિકતાના માળખાના આધારે કામ શરૂ કરવાની જરૂર છે.

તેમણે કહ્યું, જ્યારે આપણે દુનિયા તરફ જોઈએ છીએ ત્યારે અમે ભાગીદારો શોધીએ છીએ સલાહકારો શોધતા નથી. ખાસ કરીને એવા સલાહકારોની કે જેઓ પોતાના દેશમાં પોતાના શબ્દોનું પાલન કરતા નથી પરંતુ અન્ય દેશોમાં સલાહ આપે છે.”

આપણ વાંચો: બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?

જયશંકરે ભારત સાથે મિત્રતાની શરત જણાવી

વિદેશ મંત્રીએ કહ્યું, મને લાગે છે કે યુરોપના કેટલાક ભાગો હજુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક અંશે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે યુરોપને કેટલાક અંશે વાસ્તવિકતાનો અહેસાસ થયો છે. તેમણે કહ્યું, હવે આપણે જોવું પડશે કે તેઓ આ બાબતે આગળ વધી શકે છે કે નહીં.

જયશંકરે કહ્યું, પરંતુ અમારા દૃષ્ટિકોણથી જો આપણે ભાગીદારી રાખવી હોય, તો થોડી પરસ્પર સમજ હોવી જોઈએ, થોડી સંવેદનશીલતા હોવી જોઈએ પરસ્પર હિત હોવું જોઈએ અને દુનિયા કેવી રીતે કાર્ય કરે છે તેનો ખ્યાલ હોવો જોઈએ. તેમણે કહ્યું, મને લાગે છે કે આ બધા કામો યુરોપના વિવિધ ભાગોમાં અલગ અલગ સ્તરે પ્રગતિમાં છે. તેથી કેટલાક દેશો આગળ વધ્યા છે.

આપણ વાંચો: ભારતમાં લોકશાહી ખતરામાં? જવાબમાં એસ. જયશંકરે બતાવી ‘આંગળી પરની શાહી’

રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કર્યો

ભારત-રશિયા સંબંધો પર, જયશંકરે કહ્યું કે જ્યાં સુધી રશિયાનો સવાલ છે. અમે હંમેશા રશિયન વાસ્તવિકતાની હિમાયત કરતો અભિગમ અપનાવ્યો છે. તેમણે કહ્યું. રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન ભારતે રશિયા સાથે સંબંધો જાળવી રાખ્યા હતા અને પશ્ચિમી દેશો તરફથી વધતી જતી અસ્વસ્થતા છતાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button