ભારતીય રેલવેની Vande Bharat, Rajdhani અને Shatabdi Expessની માલિકી કોની છે?
ભારતીય રેલવે (Indian Railway) છેલ્લાં કેટલાક વર્ષોમાં પોતાની સેવાઓને વધારે સ્પીડી અને સુવિધાનજક બનાવવા માટે અલગ અલગ પગલાં લીધા છે. જેમાં વંદે ભારત એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી હાઈ સ્પીડ અને પ્રીમિયમ ટ્રેનો ભારતીય રેલવેનો બદલાયેલો ચહેરો છે, પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે આ ટ્રેનોનો માલિક કોણ છે? નહીં ને? ચાલો આજે તમને જણાવીએ-
સૌથી પહેલાં વાત કરીએ વંદે ભારત એક્સપ્રેસની. વંદે ભારત ટ્રેન જેને પહેલાં ટ્રેન 18 તરીકે પણ ઓળખવામાં આવતી હતી. ભારતમાં જ આ ટ્રેન ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ આ ટ્રેનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની માલિકી સંપૂર્ણપણે ભારતીય રેલવે પાસે છે. બીજા શબ્દોમાં કહીએ તો વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલવેની પ્રોપર્ટી છે અને તેને સરકાર દ્વારા દોડાવવામાં આવે છે.
આગળ વધીએ અને વાત કરીએ શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસની તો આ બંને ટ્રેનો પણ ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવે છે. શતાબ્દી એક્સપ્રેસ પહેલી વખત 1988માં દોડાવવામાં આવી હતી અને રાજધાની એક્સપ્રેસનો શુભારંભ 1969માં કરવામાં આવ્યો હતો. આ બંને ટ્રેનો શરૂ કરવાનો હેતુ ઝડપી, આરામદાયક અને ઓનટાઈમ ટ્રાવેલ સર્વિસ પૂરી પાડવાનો હતો અને તમને જાણીને સારું લાગશે કે આ બંને ટ્રેનોનું સંચાલન પણ ભારતીય રેલવે દ્વારા કરવામાં આવે છે એટલે આ બંને ટ્રેનોની માલિકી પણ ભારતીય રેલવેની જ છે.
અનેક લોકોની એવી માન્યતા થછે કે આ તમામ પ્રીમિયમ ટ્રેનોનું સંચાલન કોઈ પ્રાઈવેટ કંપનીના હાથમાં છે, પણ હકીકત તો એ છે કે આ તમામ ટ્રેનોનું સંચાલન સરકારી અખત્યાર હેઠળ હોય છે. જેનું ટિકિટ બુકિંગ, મેઈન્ટેનન્સ, સંચાલન અને ડેવલપમેન્ટ સહિતના તમામ કામ ભારતીય રેલવેના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવે છે.
જોકે, ભવિષ્યમાં ભારતીય રેલવે કેટલીક ટ્રેનોના સંચાલન માટે પ્રાઈવેટ પાર્ટનરશિપની યોજના બનાવી શકે છે. પરંતુ હાલમાં વંદે ભારત, રાજધાની અને શતાબ્દી જેવી પ્રમુખ ટ્રેનો ભારતીય રેલવેની જ છે અને સરકારી પ્રોપર્ટીના રૂપમાં દેશવાસીઓની સેવા કરી રહી છે.
આ પણ વાંચો:…ટ્રેનમાં વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મોટા સમાચાર, જાણો નવો નિયમ