નેશનલ

ભારતના હુમલાના ડરથી પાકિસ્તાની સેનાએ આતંવાદી હાફિઝ સઈદને આપી મજબુત સુરક્ષા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 ભારતીયોના મૃત્યુ બાદ ભારત સરકાર આતંકના આકાઓને જડબાતોડ જવાબ આપવા મક્કમ છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

એવામાં પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓમાં ગભરાટનો માહોલ છે. એક અહેવાલ મુજબ પાકિસ્તાને આતંકવાદી સંગઠનના લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ(Lashkar-e-Taiba chief Hafiz Saeed)ને સેફ હાઉસમાં રાખ્યો છે.

આપણ વાંચો: પહલગામ હુમલા સંબંધિત અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

ભારતથી હુમલાના ડરથી પાકિસ્તાની સેના હાફિઝને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. અહેવાલ મુજબ હાફિઝ સઈદને લાહોર(Lahore)માં છુપાવવામાં આવ્યો છે. તેને લાહોરના મોહલ્લા જોહરમાં છુપાવવામાં આવ્યો છે. પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના ભૂતપૂર્વ કમાન્ડો તેની 24 કલાક સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાનમાં મળી રહેલી આ સુરક્ષાથી અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાન સરકારમાં તેની કેટલી પહોંચ છે.

આપણ વાંચો: આતંકવાદીઓના ‘આકા’ની ખેર નહીં, ગુજરાતના દરિયાકિનારે નેવીની કવાયત

હાફિઝ સઈદને મળી છે સજા:

કેટલાક કેસમાં દોષિત ઠર્યા બાદ આતંકવાદી હાફિઝ સઈદ હાલ પાકિસ્તાનમાં જેલની સજા ભોગવી રહ્યો છે. સઈદને 7 ટેરર ફંડિંગ કેસમાં 46 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જો કે તેને જેલના બદલે લાહોરના એક ઘરમાં સુરક્ષિત આશ્રય રાખવામાં આવ્યો છે. આ ઘર મસ્જિદો, મદરેસા અને સામાન્ય નાગરીકોના ઘરોથી ઘેરાયેલો છે.

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝના ઘરની એક કિલોમીટરની ત્રિજ્યામાં થતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે એક કંટ્રોલ રૂમ પણ બનવવામાં આવ્યો છે.

અહેવાલમાં આપવામાં આવેલી મહિતી મુજબ, હાફિઝ સઈદ લાહોરના જોહર ટાઉનના ઘર નંબર 116 E માં રહે છે. આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારમાં CCTV લગાવવામાં આવ્યા છે. તેના ઘરની આગળ બેરીકેડ પણ લાગવવામાં આવ્યા છે, તેની પ્રાઇવેટ સિક્યોરિટી પણ તૈનાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button