ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ- દિલ્હી ફલાઇટ અચાનક જયપુર ડાયવર્ટ કરાઇ, સીએમ ઓમર અબ્દુલ્લા નારાજ થયા શેર કરી સેલ્ફી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ઇન્ડિગો એરલાઇન્સની અવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ઓપરેશનલ અવ્યવસ્થાને ઉજાગર કરી હતી. જેમાં જમ્મુથી દિલ્હી જઇ રહેલી એક ફ્લાઇટને અચાનક જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.

વિમાન ત્રણ કલાક બાદ જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું

આ અંગે ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, માફ કરજો હું અત્યારે સારા મૂડમાં નથી, દિલ્હી એરપોર્ટ અત્યંત ખરાબ સ્થિતી છે. જમ્મુથી એરપોર્ટ પરથી ઉડાન ભરેલું વિમાન ત્રણ કલાક બાદ જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે અત્યારે રાત્રે 1 વાગ્યે ફ્લાઇટની સીડીઓ પર ઉભા રહીને તાજી હવા લઇ રહ્યો છું. મને ખબર નથી અમે અહીંથી ક્યારે નિકળીશું.

ઓમર અબ્દુલ્લાએ સેલ્ફી શેર કરી

તેમણે વિમાનમાંથી નીચે ઉતરતી વખતે એક સેલ્ફી પણ શેર કરી હતી. જેમાં તે સીડી પર ઉભેલા જોવા મળે છે. ફ્લાઇટમાં રહેલા અન્ય મુસાફરો મધ્યરાત્રિ પછી પણ જયપુર એરપોર્ટ પર વિમાનની અંદર ફસાયેલા રહ્યા.

ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ જમ્મુ એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. સેંકડો મુસાફરોએ ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાની ફરિયાદ કરી હતી. શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. જેના કારણે કનેક્ટિંગ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી.

આ પણ વાંચો: ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 40 નવા રાફેલ ફાઈટર જેટ ખરીદવાનું આયોજન

એરલાઇને એક નિવેદન બહાર પાડ્યું

શુક્રવારે સાંજે ઇન્ડિગોએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને કહ્યું કે, શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. અમે જાણીએ છીએ કે આનાથી તમને અસુવિધા થઈ શકે છે અને તમારી ધીરજની પ્રશંસા કરીએ છીએ. કૃપા કરીને તમારી ફ્લાઇટ વિશે વાસ્તવિક સમયની માહિતી મેળવતા રહો. જો તમારી ફ્લાઇટ પ્રભાવિત થાય છે, તો તમે તમારી બુકિંગ બદલવાનો વિકલ્પ પસંદ કરી શકો છો અથવા વેબસાઇટ દ્વારા રિફંડ મેળવી શકો છો.

ઇન્ડિગોએ કહ્યું, અમારી ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને હવામાન સુધરતા જ ફ્લાઇટ કામગીરી સામાન્ય થઈ જશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button