નેશનલ

ધનખડના નિવેદનને લઈ કપિલ સિબ્બલ લાલઘૂમ, કહ્યું કોઈ પાર્ટીના પ્રવક્તાના માફક બોલે નહીં!

નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટ અને કલમ 142ની સત્તાને લઈને આપેલા નિવેદન પર વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેનું પદ નામ માત્ર વડા તરીકેનું છે. બંધારણે સુપ્રીમ કોર્ટે 142 કલમની સત્તા આપી છે. ઉપરાષ્ટ્રપતિનું નિવેદન સાંભળીને તેમને દુઃખ અને આશ્ચર્ય થયું છે. કપિલ સિબ્બલે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિએ કોઈ પાર્ટીના પ્રવક્તા તરીકે વાત કરવી જોઈએ નહીં. કોર્ટના ચુકાદાને નોટબંધી કહે નહીં, મિસાઈલ નોટબંધી હતી, જે સરકારે લોકો પર થોપી હતી.

આપણ વાંચો: Rajya Sabhaમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને હંગામો, અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને આડે હાથે લીધી

રાષ્ટ્રપતિ એક નામ માત્રના વડા
પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરાષ્ટ્રપતિનાં નિવેદન પર વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ એક નામ માત્રના વડા છે અને રાજ્યપાલનું પદ પણ એવું જ છે. બંધારણે સુપ્રીમ કોર્ટને કલમ 142ની સત્તા આપી છે. તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિનું નિવેદન સાંભળીને તેમને દુઃખ અને આશ્ચર્ય થયું છે.

તેમણે પાર્ટીના પ્રવક્તાની જેમ નહીં પણ નિષ્પક્ષતાથી બોલવું જોઈએ. આગળ તેમણે કહ્યું હતું કે જ્યારે સરકારના લોકોને ન્યાયતંત્રની વાત પસંદ નથી આવતી, ત્યારે તેના પર હુમલો કરે છે, અને જ્યારે પસંદ પડે છે, ત્યારે તેઓ વિપક્ષને કહે છે કે આ કોર્ટનો ચુકાદો છે.

આપણ વાંચો: જગદીપ ધનખડેએ તેમની મિમિક્રી કરનારને આપ્યું ડિનરનું આમંત્રણ…….

દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ અંગે કર્યો પ્રશ્ન
કપિલ સિબ્બલે દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલા રોકડના ઢગલાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને પ્રશ્ન કર્યો કે આ કેસમાં કોઈ FIR કેમ નોંધવામાં આવી નથી. જો તમારી પાસે આ બાબતે કોઈ સમાચાર હોય, તો કૃપા કરીને અમને જણાવો, સ્ત્રોત પણ જણાવો.

કપિલ સિબ્બલે કહ્યું, ગયા વર્ષે અમે 55 સહી એકત્રિત કરી હતી અને હાઇ કોર્ટના ન્યાયાધીશ સામે મહાભિયોગની માંગ કરી હતી. પાંચ મહિના વીતી ગયા, શું તમે હજુ સુધી સહીની પુષ્ટિ કરી રહ્યા છો? શું આ ઝડપ છે?

આપણ વાંચો: રાજસ્થાનમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે ખેડૂતો માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, કોઈની મદદ પર નિર્ભર રહેવું જોઈએ નહીં…

જો કારોબારી કામ નહિ કરે તો ન્યાયતંત્ર….
તેમણે કહ્યું હતું કે જો કારોબારી પોતાનું કામ નહીં કરે તો ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરશે. ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈનું નામ લીધા વિના તેમણે કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારે તમે FIRની માંગ કેમ કરી નહોતી, ત્યારે કોર્ટે કહ્યું કે બધું સાચું છે અને તમે તેને સ્વીકાર્યું હતું.

સિબ્બલે અલાહાબાદ હાઇ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શેખર કુમાર યાદવનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે જ્યારે તેમણે સાંપ્રદાયિક વાતો કહી હતી ત્યારે તમે FIRની માંગણી નહોતી કરી.

ઉપરાષ્ટ્રપતિએ શું કરી હતી ટિપ્પણી?
ઉલ્લેખનીય છે કે તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ રાજ્યપાલના કેસમાં સુપ્રીમ કોર્ટના 8 એપ્રિલના ચુકાદાનો ઉલ્લેખ કરતા ધનખડે કહ્યું હતું કે તો… આપણી પાસે એવા ન્યાયાધીશ છે જે કાયદા બનાવશે, જે કારોબારી કાર્યો કરશે, જે સુપર સંસદ તરીકે કાર્ય કરશે અને છતાં તેમની જવાબદારી રહેશે નહીં કારણ કે દેશનો કાયદો તેમના પર લાગુ પડતો નથી.

તેમણે સભાને જણાવ્યું હતું કે ભારતમાં રાષ્ટ્રપતિનું પદ ખૂબ જ ઊંચું છે અને રાષ્ટ્રપતિ બંધારણનું રક્ષણ, જાળવણી અને બચાવ કરવા માટે શપથ લે છે જ્યારે મંત્રીઓ, ઉપરાષ્ટ્રપતિ, સાંસદો અને ન્યાયાધીશો સહિત અન્ય લોકો બંધારણનું પાલન કરવા માટે શપથ લે છે.

લોકતંત્ર સામે 142 કલમ પરમાણુ મિસાઇલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલી સુપ્રીમ કોર્ટની સત્તાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યા હતા, જેમાં રાષ્ટ્રપતિને રાજ્યો દ્વારા મોકલવામાં આવેલા બિલ પર હસ્તાક્ષર કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા કહેવામાં આવ્યું હતું.

તેમણે અદાલતો સુપર સંસદની જેમ કામ કરી રહી છે તેના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે કલમ 142 લોકશાહી તાકાત સામે પરમાણુ મિસાઇલ બની ગઈ છે, જે ન્યાયતંત્ર માટે 24 કલાક ઉપલબ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button