ટોપ ન્યૂઝનેશનલ

દેશના આ રાજયોને મળશે કાળજાળ ગરમીથી રાહત, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમીનો કહેર યથાવત છે. આ દરમિયાન દક્ષિણના રાજ્યોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બિહાર, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. 20 થી 22 એપ્રિલ સુધી અરુણાચલ પ્રદેશમાં સતત વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે જ્યારે દિલ્હી અને હરિયાણામા ગરમી સતત વધી રહી છે.

આગામી 24 કલાક દરમિયાન આ રાજ્યોમાં વરસાદ પડશે

હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકવાની શક્યતા છે.

જ્યારે 18 અને 19 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 17 એપ્રિલના રોજ પૂર્વ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ ધૂળની આંધી સાથે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, હવામાન વિભાગે કરી નાખી મોટી આગાહી!

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના

આજે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સાથે, પૂર્વીય પવનો પણ ફૂંકાશે. આગામી 24 કલાક દરમિયાન લખનૌ, વારાણસી, જૌનપુર, પ્રયાગરાજ, ગાઝીપુર, ચંદૌલી, મિર્ઝાપુર સહિત ઘણા પૂર્વીય યુપીમાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ઝરમર વરસાદ પડી શકે છે.

પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમા હીટવેવની આગાહી

દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં ગરમી છે. 17-19 એપ્રિલ દરમિયાન પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં હીટવેવની શક્યતા છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશના લોકોને હજુ ગરમીથી રાહત મળશે નહીં. જોકે દિલ્હીમાં હળવા વાદળો રહેશે.આ ઉપરાંત ગુરુવારે દિલ્હી-એનસીઆરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 40 ડિગ્રી સેલ્સિયસ અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. 18 એપ્રિલ સુધી દિલ્હીમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button