‘ભારત બંદૂકની અણીએ સોદા કરતું નથી…’ પિયુષ ગોયલે ટ્રમ્પને આપ્યો જવાબ

નવી દિલ્હી: અમેરિકાએ લાગુ કેરલી નવી ટેરીફ પોલિસી હાલ મુલતવી (US Tariff Policy) રાખવામાં આવી છે. યુએસએ ભારત સહીત ઘણા દેશો પર લાદવામાં આવેલા ટેરીફ પર 90 દિવસની રોક લગાવી છે. ટેરીફ પર રોક લગાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જણાવ્યું હતું કે ઘણા દેશો ઘૂંટણીએ પડીને વેપાર સોદા કરવા તૈયાર થયા છે. એવામાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે કહ્યું કે ભારત ક્યારેય કોઈ દેશ સાથે બંદૂકની અણીએ વાટાઘાટો કરતું નથી, પરંતુ વેપાર પર વાતચીત શરૂ કરવા માટે અનુકૂળ સમયની રાહ જુએ છે.
દિલ્હીમાં ઇટાલી-ભારત વ્યાપાર, વિજ્ઞાન અને ટેકનોલોજી ફોરમના કાર્યક્રમમાં બોલતા, ગોયલે કહ્યું, “ભારત ક્યારેય બંદૂકની અણીએ વાટાઘાટો કરતા નથી. યોગ્ય સમયે ચર્ચા કરવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી આપણે આપણા દેશ અને આપણા લોકોના હિતોને સુરક્ષિત ન કરી શકીએ ત્યાં સુધી આપણે ઉતાવળ કરતા નથી.”
પીયૂષ ગોયલે જણાવ્યું કે, અમેરિકા, યુકે, યુરોપિયન યુનિયન અને વૈશ્વિક સ્તરે અન્ય ઘણા દેશો સાથે ભારતની વેપાર વાટાઘાટો આગળ વધી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું, “ઇન્ડિયા ફર્સ્ટ ભાવનામાં અને અમૃત કાળ સમયગાળામાં 2047 સુધીમાં વિકસિત ભારત તરફના આપણા માર્ગને સુનિશ્ચિત કરવા માટે, અમારી બધી વેપાર વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે.”
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, ચીન સિવાય અન્ય દેશોને ટેરિફમા 90 દિવસની રાહત, શેરબજારોમાં તેજી…
વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ ઓર્ડર અનુસાર, અમેરિકાએ અગાઉ 2 એપ્રિલથી ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે દેશે 9 જુલાઈ સુધી ભારત પર રેસિપ્રોકલ ટેરિફ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.