“દેશમાં એક વર્ષમાં નક્સલવાદનો અંત લાવીશું” રાજ્યસભામાં ગૃહ પ્રધાન અમિત શાહનું મોટું નિવેદન

નવી દિલ્હી: ગઇકાલે છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં સુરક્ષા દળને મોટી સફળતા મળી હતી. ત્યારે આ દરમિયાન જ રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કર્યું હતું.
ગૃહ મંત્રાલયની કામગીરીની ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં જેવુ કામ થયું છે જે આઝાદી બાદ નહોતું થયું. આ ચર્ચામાં જ તેમણે દેશને 31 માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત કરવાનું વચન આપ્યું હતું.
આપણ વાંચો: હિન્દી ભાષાનાં વિરોધ મુદ્દે સ્ટાલિનને અમિત શાહે બતાવ્યો આયનોઃ કહ્યું પહેલા આ કરો….
લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાની મંજૂરી નહોતી
અમિત શાહે એક જૂની ઘટનાને યાદ કરીને કહ્યું હતું કે એક સમયે તેમને લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાની મંજૂરી નહોતી મળી, પરંતુ ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ દર વર્ષે લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવામાં આવે છે.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ નિર્ણય વોટ બેંક માટે નહીં પરંતુ દેશની સુરક્ષા અને એકતા માટે લેવામાં આવ્યો હતો. મોદી સરકારે કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવવા માટે કામ કર્યું છે.
આપણ વાંચો: anipur માં સ્થિતિ સામાન્ય કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક યોજી, આપ્યા આ નિર્દેશ
નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસની કામગીરી
ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં વચન આપ્યું હતું કે 31 માર્ચ, 2026 ના રોજ દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે. તેમણે કહ્યું કે નક્સલવાદ કોઈ રાજકીય સમસ્યા નથી.
તેનો અંત લાવવો જરૂરી છે અને ભારત સરકાર એક વર્ષની અંદર તેનો અંત લાવશે. તેમણે કહ્યું કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કરી રહી છે, જેથી ત્યાંના લોકો મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે. અમિત શાહે કહ્યું કે પૂર્વોત્તરની સમસ્યા પણ સમાપ્ત થવાના આરે છે, દેશમાં હિંસક ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે.
આપણ વાંચો: પાટનગરની સુરક્ષાને લઈ બનાવી યોજનાઃ અમિત શાહે CM અને પોલીસને આપ્યો મોટો મેસેજ…
આતંકવાદી ઘટનાઓમાં પણ મોટો ઘટાડો
આતંકવાદ અને જમ્મુ અને કાશ્મીર અંગે વાત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, “મોદી સરકાર આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. પહેલા આતંકવાદી હુમલાઓ બાદ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવતી અને લોકો તેને ભૂલી જતા હતા.
ઉરી અને પુલવામામાં પણ આતંકવાદી હુમલા થયા પરંતુ અમે 10 દિવસમાં પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલો કર્યો હતો. મોદી સરકારનાં શાસનમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 70 ટકાનો ઘટાડો થયો. આ સમયગાળા દરમિયાન આતંકવાદી ઘટનાઓમાં પણ મોટો ઘટાડો થયો હતો.