ઘરમાં આગ લાગતાં મળ્યો રૂપિયાનો ભંડાર, જાણો કોણ છે ન્યાયાધીશ યશવંત વર્મા…

નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના (Justice Yashwant Varma) સરકારી બંગલામાં આગ લાગી હતી જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રોકડનો ઢગલો મળી આવતાં રેકોર્ડબુકમાં પણ એન્ટ્રી કરવામાં આવી હતી. આ અંગે સીજેઆઈના (CJI) નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોલેજિયમને (collegium) જાણ કરી હતી.
આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસે સાંસદોને 3 લાઈનનો વ્હીપ જારી કર્યો, વિપક્ષને સતાવી રહ્યો છે આવો ડર…
જે બાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રારંભિક કાર્યવાહી છે. જે બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે તેમના સ્તરે પણ તપાસ કરી શકે છે. જો તપાસમાં ન્યાયાધીશ યશવંત વર્મા ખુદને નિર્દોષ સાબિત નહીં કરી શકે તો તેમનું રાજીનામું પણ માંગવામાં આવી શકે છે. રાજીનામું આપવા તેમના પર સંસદમાં મહાભિયોગ (Impeachment) લાવવામાં આવી શકે છે. આ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે.
જાણો કોણ છે ન્યાયાધીશ વર્મા
ન્યાયાધીશ યશવંત વર્માનો જન્મ 6 જાન્યુઆરી, 1969ના રોજ અલાહાબાદમાં તયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કૉલેજમાંથી બીકોમ (ઑનર્સ) કર્યું. જે બાદ મધ્ય પ્રદેશની રીવા યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું. 8 ઓગસ્ટ, 1992ના રોજ વકીલ તરીકે નોંધણી કરાવી હતી.

લાંબા સમય સુધી વકીલાત દરમિયાને તેમણે કોર્પોરેટ કાનૂન, શ્રમ અને ઔદ્યોગિક કાનૂન સહિત અનેક ક્ષેત્રમાં મહારથી મેળવી હતી. જે બાદ 2006થી અલાહાબાદ હાઇ કોર્ટમાં વિશેષ વકીલ તરીકે કામ કર્યું હતું. 2012 થી 2013 વચ્ચે ઉત્તર પ્રદેશના ચીફ સ્ટેન્ડિંગ કાઉન્સિલ પદ પર રહ્યા હતા. આ પછી વરિષ્ઠ વકીલ બન્યા અને 13 ઓક્ટોબર 2014ના રોજ તેમની અલાહાબાદ હાઈ કોર્ટમાં એડીશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી 2016ના રોજ તેમણે કાયમી જજ તરીકે પ્રમોશન મળ્યું હતું. 11 ઓક્ટોબર, 2021ના રોજ તેમની દિલ્હી હાઇ કોર્ટમાં બદલી થઈ હતી.
આ પણ વાંચો: ટ્રમ્પે લીધો વધુ એક મોટો નિર્ણય, શિક્ષણ વિભાગ કરશે બંધ…
શું છે ન્યાયાધીશ વર્માનો કેશ કાંડ
ન્યાયાધીશ વર્માનું સત્તાવાર નિવાસ સ્થાન તુલગુક રોડ છે. અહીં થોડા દિવસ પહેલા આગ લાગી હતી. જેથી પરિવારજનોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ કાબુમાં લેવાની કામગીરી દરમિયાન રૂપિયાનો ઢગલો મળ્યો હતો. ઘટના સમયે ન્યાયાધીશ શહેરની બહાર હતા. જે બાદ તેમની સામે તપાસ શરૂ કરવામાં આી હતી. સૂત્રો મુજબ આ મામલે હવે ઈડી અને સીબીઆઈની એન્ટ્રી પણ થઈ શકે છે.