ભાજપ-કોંગ્રેસે સાંસદોને 3 લાઈનનો વ્હીપ જારી કર્યો, વિપક્ષને સતાવી રહ્યો છે આવો ડર…

નવી દિલ્હી: સંસદમાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં નાણાંમત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને આજે સરકાર પસાર કરી શકે છે. જેને લઈને ભાજપે પોતાના દરેક સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે. તો સામે કોંગ્રેસે પણ લોકસભામાં થ્રી લાઈન વ્હીપ જારી કર્યો છે અને તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે કહ્યું છે. આજે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે.
આ પણ વાંચો:કૉંગ્રેસ ગુજરાતથી લાગુ કરશે આ પાયલટ પ્રોજેકેટ, દેશભરમાંથી 700 જિલ્લા પ્રમુખોને દિલ્હીનું તેડું…
દરેક સાંસદોને લોકસભામાં હાજર રહેવા ભાજપની સૂચના
આ બજેટને લઈને કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કેટલાક સૂત્રો પ્રમાણે, તેમને આશંકા છે કે, સરકાર વધુ ચર્ચા કર્યા વિના બજેટને ગિલોટિન દ્વારા પસાર કરી શકે છે. કોંગ્રેસ માને છે કે સરકાર ચર્ચાથી ભાગી રહી છે. સામે ભાજપ દ્વારા લોકસભા સાંસદો માટે થ્રી લાઈન વ્હીપ જારી કર્યો છે. ભાજપ દ્વારા તેમને દરેક સાંસદોને બજેટ પાસ કરાવવા માટે લોકસભામાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ગિલોટિન સંસદીય વ્યૂહરચનાનો એક ભાગ છે
તમને જણાવી દઈએ કે, ગિલોટિન સંસદીય વ્યૂહરચનાનો એક ભાગ છે. તેનો ઉપયોગ કોઈપણ ચર્ચા વિના બિલ પસાર કરવા માટે થાય છે. જ્યારે સરકાર શક્ય તેટલી ઝડપથી બિલ પસાર કરવા માંગે છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કર્યું હતું. જેને પાસ કરાવવા માટે સરકારે પોતાના સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે.
આ પણ વાંચો: ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં નથી: બાવળિયાળી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં PM મોદીએ કરી મોટી વાત…
સરકારને ઘેરવા માટે વિપક્ષે તેના સાંસદો માટે વ્હીપ જારી કર્યો
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટનો વિપક્ષે વિરોધ કર્યો છે અને રજૂ કરાયેલા બજેટ પર સતત વાક્ પ્રહારો કરવામાં આવ્યાં છે. સદનમાં સત્રના દરેક દિવસ વિવાદ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને એવો ભય છે કે સરકાર ગિલોટિન દ્વારા બજેટ પસાર કરવાની તૈયારી કરી રહી છે. તે જ સમયે, વિપક્ષે સરકારને ઘેરવા માટે તેના સાંસદોને વ્હીપ જારી કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર આ બિલને પસાર કરાવી શકે છે કે કેમ? કારણ કે, વિપક્ષ પણ અત્યારે વિરોધની તૈયારી સાથે જ છે.