નેશનલ

રાન્યા રાવ હાઈ-પ્રાફાઈલ કેસમાં બહાર આવ્યું નવું નામ, DRI એ આ એક્ટરની કરી અટકાયત…

Bengaluru: સોનાની તસ્કરી કરવા મામલે રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી હતી, હવે આ કેસમાં મોટી વિગતો પ્રકાશમાં આવી છે. આ કેસમાં એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા રાન્યા રાવની એરપોર્ટથી 14 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. કેસમાં રાન્યા રાવના મિત્ર અને ટોલિવુડ અભિનેતા તરૂણ રાજ ઉર્ફે વિરાટ કોંડુરૂ રાજની સંડોવણી હોવાનું તપાસ અધિકારીઓને લાગી રહ્યું છે, જેથી આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

DRIને એવી શંકા છે કે, રાન્યા રાવ જે રીતે સોનાની તસ્કરી કરતી હતી તે નેટવર્કમાં તરૂણ રાજનો પણ ભાગ હોઈ શકે છે. જેથી DRIની ટીમે તરૂણ રાજને પુછપરછ માટે બોલાવ્યો છે, જેથી હકીકત બહાર આવી શકે અને રેકેટનો પર્દાફાશ થઈ શકે. જો કે, DRIના અધિકારીઓને એવી પણ શંકા છે કે, આ રેકેટમાં ફિલ્મ ઉદ્યોગના અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. કારણ કે, આ કોઈ એક કે બે વ્યક્તિનું કામ નથી. જેથી દરેક દિશામાં તપાસ થવી અનિવાર્ય છે. અત્યારે તો અભિનેતા તરૂણ રાજની અટકાયત કરીને લેવામાં આવી છે. આ સમગ્ર કેસમાં DRI ટીમ અન્ય ફિલ્મ હસ્તીઓ સાથેના સંભવિત સંબંધોની તપાસ કરી રહી છે.

Also read : રાન્યા રાવના ઘરે ED ની રેડ, 2.06 કરોડના સોના સાથે 2.67 કરોડ રૂપિયા રોકડા મળ્યાં…

રાન્યા રાવ સાથે ફિલ્મ ઉદ્યોગના લોકો સાથે અધિકારીઓ પણ સામેલ હોય તેવી પણ શંકાઓ થઈ રહીં છે. જેથી આગામી દિવસોમાં આ હાઇ-પ્રોફાઇલ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. આ કેસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે, હાઈ-પ્રોફાઈલ છે, હજી તો આ કેસમાં અન્ય ઘણાં નામો સામે આવી શકે છે. અત્યારે જેની અટકાયત કરવામાં આવી છે. અભિનેતા તરુણ રાજે 2018 માં આવેલી તેલુગુ ફિલ્મ પરિચયમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ ઉદ્યોગમાં આવતા પહેલા પોતાનું નામ બદલીને વિરાટ કોંડુરુ રાજ રાખ્યું હતું.

ચર્ચાઓ એવી પણ છે કે, અભિનેતા તરૂણ રાન્યા રાવની ખૂબ નજીક હતો, અને બંને વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. જેથી DRIના અધિકારીઓનું માનવું છે કે, આ કેસમાં તરૂણનો મોટો હિસ્સો હોઈ શકે છે, એટલા માટે તેની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહીં છે. DRI અધિકારીઓએ આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે શું ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો પણ આ રેકેટમાં સામેલ છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button