લૉરેન્સ બિશ્નોઈના મિત્ર અમન સાહુનું એન્કાઉન્ટર, 100થી વધુ નોંધાયા હતા ગુના

નવી દિલ્હીઃ ગેંગસ્ટર અમન સાહુનું છત્તીસગઢથી ઝારખંડ લાવતી વખતે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ઝારખંડ પોલીસ અનુસાર અમને ભાગવાની કોશિશ કરી હતી અને તેણે એસટીએફના જવાન પાસેથી રાઇફલ છીનવી લીધી હતી.
તેમજ ફાયરિંગ કર્યું હતું, જેમાં જવાન ઘાયલ થયો હતો. પોલીસે વળતી કાર્યવાહીમાં તને ઠાર કર્યો હતો. ઘાયલ જવાનની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ એન્કાઉન્ટર મંગળવારે સવારે કરવામાં આવ્યું હતું. તે લૉરેન્સ બિશ્નોઈનો મિત્ર પણ હતો.
રાંચી પોલીસની ટીમ સાહુને રાયપુરથી પૂછપરછ માટે લાવતી હતી ત્યારે પલામુના ચૈનપુર વિસ્તારમાં પોલીસ વાહનને અકસ્માત નડ્યો હતો. આ પછી તેનું એન્કાઉન્ટર થયું હતું. અમનને જે વાહનમાં લઈ જવામાં આવતો હતો તેના પર પહેલા બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આનો ફાયદો ઉઠાવાને તે હથિયાર લૂંટીને ભાગવાની ફિરાકમાં હતો. તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. સ્વ બચાવમાં પોલીસે તેના પર ફાયરિંગ કરતાં ઠાર થયો હતો.
આપણ વાંચો: બદલાપુર એન્કાઉન્ટર: માતા-પિતાની શંકાને પગલે એફઆઈઆર જરૂરી હતી…
ચૂંટણી લડવા માંગતો હતો
અમન સાહુ બરકાગાંવથી વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ એક કેસમાં સજા થવાને કારણે તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રામગઢના ભુરકુંડા પત્રાતુમાં તેની સામે અનેક કેસ નોંધાયેલા હતા.
17 વર્ષની વયે ગુનાખોરની દુનિયામાં કર્યો પ્રવેશ
એવું કહેવાય છે કે વર્ષ 2013 માં, અમન સાહુએ પતરાતુના બર્નપુર સિમેન્ટ પ્લાન્ટમાં ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. સગીર હોવાથી, તેને કિશોર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો. માત્ર 17 વર્ષની વયે જ તેણે ક્રાઇમની દુનિયામાં પગપેસારો કર્યો હતો.
આપણ વાંચો: બદલાપુર એન્કાઉન્ટર કેસમાં પાંચ પોલીસ આરોપી સામે ગુનો નોંધશો, હાઈ કોર્ટનો સવાલ?
ઘરેથી પાછા આવ્યા પછી, તેણે પત્રાટુમાં મોબાઇલ રિપેરની દુકાન ખોલી. ગુનેગાર સૂરજ સિંહના સંપર્કમાં આવ્યા બાદ તે ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો. માહિતી અનુસાર, અમન સાહુ TSPC અને JJMP જેવા ઉગ્રવાદી સંગઠનોના સંપર્કમાં પણ હતો. અમન સાહુને પત્રાટુની પાંડે ગેંગ સાથે દુશ્મનાવટ હતી. તેની સામે 100થી વધુ કેસ નોંધાયેલા હતા.તેણે પોતાની ગેંગ બનાવી હતી.
થોડા દિવસ પહેલા ઝારખંડના હઝારીબાગમાં એક સરકારી કંપનીના ઓફિસરની ધોળા દિવસે હત્યા થઈ હતી. જેને લઈ રાંચીથી લઈ દિલ્હી સુધી ખળભળાટ મચી ગયો હતો. ડીજીપીએ તે સમયે કહ્યું હતું કે, ઝારખંડમાં જે પણ ગુના થઈ રહ્યા છે તેના કાવતરા જેલમાં રચવામં આવી રહ્યા છે. ઝરાખંડમાં વિકાસ તિવારી, અમન શ્રીવાસ્તવ અને અમન સાવ એમ ત્રણ ગેંગ જેલની અંદરથી કામ કરી રહી છે.
ડીજીપીના નિવેદન બાદ ઝારખંડ પોલીસ ઓફિસરની હત્યા મામલે પૂછપરછ કરવા રાયપુર પહોંચી હતી. તે છત્તીસગઢના રાયપુરની જેલમાં હતો. ત્યાંથી તેને ઝારખંડ લઈને આવવામાં હતો ત્યારે ઝારખંડની સરહદ નજીક પલામુ જિલ્લામાં ચૈનપુર નજીક અમન સાહુએ એસટીએફ જવાનની રાયફલ છીનવીને ભાગવાની કોશિશ કરી હતી.
તેણે કરેલા ગોળીબારમાં જવાન ઘાયલ થયો હતો. જે બાદ પોલીસે વળતી કાર્યવાહી કરીને અમન સાહુ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેનું મોત થયું હતું.