
મેરઠઃ જગદ્ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ છેલ્લા 9 દિવસથી મેરઠમાં છે. મઠ સાથે જોડાયેલા મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચેલા શંકરાચાર્યએ જ્ઞાનવાપી અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર નિર્માણને લઈ સરકારની નીતિ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં મંદિરનું નિર્માણ એક દિવસમાં થઈ જશે, શરત એટલી છે કે દેશમાં ગૌહત્યા બંધ થવી જોઈએ.
Also read : ઉત્તર પ્રદેશના સીએમ Yogi Adityanath એ કહ્યું મહારાણા પ્રતાપ અને શિવાજી સાચા રાષ્ટ્ર નાયકો…
શંકારચાર્ય અવિમુકતેશ્વરાનંદે કહ્યું, ભગવાન કૃષ્ણ આ ધરતી પર ગૌ સેવા માટે આવ્યા હતા. પરંતુ આજે શું થઈ રહ્યું છે? ગૌહત્યા થઈ રહી છે, ગૌવંશોના ટુકડા કરીને વેચવામાં આવી રહ્યા છે. શું ગૌહત્યા કરનારાને મળશે કૃષ્ણ જન્મભૂમિ? ગૌહત્યા પર ચૂપ રહેનારાને મળશે? જો કૃષ્ણ સાથે આંખ મિલાવવી હોય તો ગૌમાતાની હત્યા બંધ કરાવવી જોઈએ. જ્ઞાનવાપીમાં સુપ્રીમ કોર્ટના આદેશથી વિરુદ્ધ જિલ્લા પ્રશાસને મંદિરમાં જાળી લગાવીને રાખી છે. વારાણસી જિલ્લા પ્રશાસન સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી રહ્યું છે.
Also read : બરસાનાના રંગોત્સવમાં ભાગ લેતા યોગીએ કહ્યું, અયોધ્યા, કાશી પછી હવે કાયાપલટ થશે મથુરાની….
મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનું કામ
મેરઠમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ઔરંગઝેબની વાત કરીને મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ગંગા અને મંદિરની વ્યવસ્થા જોવી જોઈએ. દરેક ચીજનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. સનાતનીઓની વાત થવી જોઈએ. ઈતિહાસ વાંચવાની ચીજ છે. ગૌમાતાની રક્ષા માટે મરી પણ શકીએ છીએ અને મારી પણ શકીએ છીએ.