નેશનલ

માનો યા ના માનો: દેશની સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન આ મહિનાથી થશે શરુ

નવી દિલ્હીઃ વંદે ભારત એક્સપ્રેસથી લઈને બુલેટ ટ્રેન દોડાવવા માટે થનગનતી ભારતીય રેલવે આગામી મહિનાઓ દરમિયાન સૌથી પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવવા માટે તૈયારી હાથ ધરી છે. યસ, 31 માર્ચ સુધીમાં દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન શરુ કરવા માટે તૈયારી કરી છે. આ ટ્રેન શરૂ થાય પછી ક્લિન એનર્જી અને ઈકો ફ્રેન્ડલી ઈનોવેશનવાળા દેશમાં જર્મની, ફ્રાન્સ, ચીન અને યુકે પછી હવે ભારતનો પણ સમાવેશ થશે.

રેલવે મંત્રાલયે ક્લિન એનર્જી ટ્રાન્સપોર્ટેશનના ભાગરૂપે દેશમાં 35 હાઈડ્રોજન ઇંધણ સેલ બેઝ્ડ ટ્રેન તૈયાર કરવા માટે 2023માં 2,800 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Hydrogen Train:ભારતમાં દોડશે હાઇડ્રોજન ટ્રેન, જાણો તેની વિશેષતાઓ

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે હાઇડ્રોજન ટ્રેન માટે સરકાર સ્વદેશી ટેકનીક પર નિર્ભર રહેશે. ખાસ કરીને રેલવે એ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનઝાઈશન (RDSO)ને ટ્રેનના spicificataion તૈયાર કરશે. આ ટ્રેનને નોર્ધન રેલવેના દિલ્હી ડિવિઝનના જિંદ અને સોનીપત (89 km) રૂટ પર દોડાવવામાં આવશે.

આ ટ્રેન દુનિયાની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન હશે, જે દુનિયાની સૌથી શકિતશાળી ટ્રેન પૈકીની એક હશે. દુનિયાની મોટા ભાગની હાઇડ્રોજન ટ્રેનમાં 500 600 HP ક્ષમતાવાળા એન્જિન હોય છે પણ ભારતની ટ્રેનમાં ડબલ ક્ષમતાના એન્જિન હશે.

રેલવે પ્રધાને કહ્યું હતું કે આ ટ્રેન ભારતીય રેલવેમાં નવો ઇતિહાસ લખશે, જે ક્લીન એનર્જી, હાઈ સ્પીડ અને environment friendly આધારિત હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button