ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

શેરબજારમાં કડાકા વચ્ચે રોકાણ કરવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે એક્સપર્ટ

Stock Market News: ભારતીય શેરબજાર માટે છેલ્લા 5 મહિના મંદીના રહ્યા છે. આ દરમિયાન રોકાણકારોને આશરે 94 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સ્થિતિમાં ઘણા લોકો શેરબજારમાંથી બહાર નીકળી જવું જોઈએ કે રોકાણ જાળવી રાખવું જોઈએ તેને લઈ મુંઝવણમાં છે. ઉલ્લેખનીય છે કે 26 સપ્ટેમ્બર, 2024ના રોજ ઓલ ટાઈમ હાઈ બાદ ભારતીય શેરબજારનો બેંચમાર્ક ઈન્ડેક્સ વેચવાલીના દબાણમાં છે.

છેલ્લા 5 મહિનામાં નિફ્ટી 50 ઈન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈથી 26,277થી ઘટીને 22,124ના સ્તર પર આવી ગયું છે. નિફ્ટીમાં રેકોર્ડ ઊંચાઈ 4,153 પોઈન્ટથી આશરે 16 ટકાનો ઘટાડો છે. બીએસઈ સેન્સેક્સ ગત શુક્રવારે 73,198 પર બંધ થયો હતો. જે રેકોર્ડ ઊંચાઈ 85,978થી 12,780 પોઈન્ટ એટલે કે લગભગ 15 ટકા નીચે છે. આ રીતે બેંક નિફ્ટી ઈન્ડેક્સ શુક્રવારે 48,344 પર બંધ થઈ હતી, જે રકોર્ડ ઊંચાઈ 54,467થી 6,123 પોઈન્ટ અટલે કે 11.25 ટકા નીચે છે.

બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સમાં પણ રેકોર્ડ ઊંચાઈથી 22 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જ્યારે બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ સર્વકાલીન ટોચથી લગભગ 25.50 ટકા નીચે આવી ગયો છે.

એક્સપર્ટના કહેવા મુજબ, જ્યારે પડકાર હોય છે ત્યારે તક પણ હોય છે. માર્કેટમાં ઘટાડા દરમિયાન ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બદલવી જોઈએ. કારણકે અસ્થિર બજાર ઈન્ટ્રા ડે ટ્રેડિંગ માટે યોગ્ય નથી. અસ્થિર બજારમાં સ્ટોપ લોસનું પાલન કરો અને મજબૂત શેરમાં જ રોકાણ કરો. આવા સમયે બજાર અસમાન રિટર્ન આપે છે. લાંબા સમય સુધી સ્થિરતા બાદ અચાનક તેજી આવી શકે છે. આ સ્થિતિમાં એન્ટ્રી કે એક્ઝિટ ટાઈમ મોંઘો પડી શકે છે.

આ પણ વાંચો…હરિયાણા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ હત્યામાં એક આરોપીની ધરપકડ; પાર્ટીના સભ્ય પર શંકા…

અન્ય એક એક્સપર્ટના કહેવા મુજબ, ઘટતાં બજારાં તમામ શેર અંડરવેલ્યૂડ નથી હોતા. રોકાણકારોએ પીઈ રેશિયો અને અર્નિંગ્સ પર ધ્યાન આપવું જોઈએ. 10 થી 15 વચ્ચે પીઈ રેશિયોવળા શેર સારી વેલ્યુ ઓફર કરે છે પણ રિસર્ચ કરવું જરૂરી છે. આ ઉપરાંત રોકાણકારોને 40-30-30 નિયમ ફોલો કરવાની સલાહ આપી હતી. જે મુજબ 40 ટકા બજારમાં ઘટાડાના સંકેત પર, 30 ટકા ઘટાડા પર અને બાકીના 30 ટકા રિકવરીના સંકેત પર રોકાણ કરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button