ચોમાસુ સત્રમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા થશે! કિરેન રિજિજુએ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાશે. આ સમયગાળા દરમિયાન ગૃહમાં વિવિધ બિલો રજુ કરવામાં (Parliament Monsoon Session) આવશે. સરકાર જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા વિશેષ સત્ર (Special Session) યોજવા વિપક્ષે કરેલી માંગને સરકારે ફગાવી દીધી છે, પણ ચોમાસુ સત્ર દરમિયાન જ ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા થઇ શકે છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ (Kiren Rijuju) કહ્યું કે દરેક સત્ર ખાસ હોય છે અને દરેક મુદ્દો મહત્વપૂર્ણ છે.
વિશેષ સત્રની માંગ ફગાવવામાં આવી:
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ભારતના ફાઈટર પ્લેન તોડી પાડ્યા હોવાની વાત બહાર આવતા વિપક્ષ સરકાર પાસે જવાબ માંગી રહી છે, આ ઉપરાંત વિપક્ષે આરોપ લગાવ્યો છે કે ભાજપ ઓપરેશન સિંદૂર મુદ્દે રાજકીય લાભ મેળવી રહી છે. આ મુદ્દાઓની ચર્ચા માટે વિપક્ષે સંસદના વિશેષ સત્રની માંગ કરી હતી. એવામાં સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ઓફ કેમેરા પણ ઓન રેકોર્ડ કેટલીક મહત્વપૂર્ણ વાત કહી છે. રિજિજુએ સ્પષ્ટપણે કહ્યું કે સંસદના નિયમો મુજબ કોઈપણ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો – ભારતના ઓપરેશન સિંદૂર અને વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છતાં આપી રહ્યું છે ખુલ્લી ધમકી
‘દરેક સત્ર એક ખાસ હોય છે’
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સંસદ સત્રની તારીખો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “સરકારે 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચોમાસુ સત્ર યોજવાનો નિર્ણય લીધો છે. કેટલાક લોકો વિશેષ સત્ર વિશે વાત કરે છે, દરેક સત્ર એક ખાસ હોય છે. કાયદા માટે રણનીતિ ઘડવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સરકાર સંસદ ચલાવવા માટે તૈયાર છે. આ માહિતી રાષ્ટ્રપતિને આપવામાં આવશે.”
આ પણ વાંચો – સંસદનું ચોમાસુ સત્ર: 21 જુલાઈથી થશે શરૂ, રિજિજૂએ કરી જાહેરાત…
જોરદાર ચર્ચા થવાની અપેક્ષા:
પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર સંસદનું સત્ર ભરાશે, આ સત્ર દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા, સરહદ સુરક્ષા અને આતંકવાદને લગતા ઘણા સંવેદનશીલ મુદ્દાઓ ગૃહમાં ઉઠાવી શકાય છે. આ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા થવાની અપેક્ષા છે.