બાંગ્લાદેશને વિદેશ પ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કહ્યું, નક્કી કરો સંબંધો કેવા ઈચ્છો છો?

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાની સરકારના પતન બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી છે. જો કે હવે ભારત સરકાર બાંગ્લાદેશ સામે કડક બની રહી હોય તેવું લાગે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે (S Jaishankar) સ્પષ્ટ કહી દીધું છે કે પાડોશી દેશે જણાવવું પડશે કે તે ભારત સાથે કેવા પ્રકારના સંબંધો ઇચ્છે છે.
બાંગ્લાદેશે નક્કી કરવું પડશે
વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે બાંગ્લાદેશ સરકારના લોકો દરરોજ ભારત પર આરોપો લગાવે છે. કેટલાક આરોપો એકદમ પાયાવિહોણા હોય છે.
આપણ વાંચો: USAID ને લઈ વિદેશ પ્રધાન એસ જયશંકરે શું આપ્યું નિવેદન?
તેમણે કહ્યું, ‘એક તરફ તમે સારા સંબંધોની વાત કરો છો, પણ બીજી તરફ તમે તમારી દરેક ભૂલ માટે અમને જવાબદાર ઠેરવો છો.’ બાંગ્લાદેશ શું ઇચ્છે છે તે નક્કી કરવું પડશે. જયશંકરે કહ્યું કે બંને દેશોના સંબંધોમાં બે પ્રકારની સમસ્યાઓ છે. પ્રથમ, બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલા. બીજું, બાંગ્લાદેશનું પોતાનું રાજકારણ.
લઘુમતીઓ પરના હુમલા ચિંતાનો વિષય
આપણ વાંચો: S Jaishankar: પ્રતિબંધો લગાવવાની એમેરિકાની ચેતવણીનો એસ જયશંકરે જવાબ આપ્યો, જાણો શું કહ્યું
વિદેશ પ્રધાને કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અમારા માટે ચિંતાનો વિષય છે. અમે આ અંગે અમારા મંતવ્યો વ્યક્ત કર્યા છે અને આગળ પણ કરતા રહીશું. બાંગ્લાદેશનું પોતાનું રાજકારણ છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે પડોશી દેશો છીએ. તેમણે કહ્યું, બાંગ્લાદેશ સાથે આપણો લાંબો ઇતિહાસ છે. 1971થી આપણો ખાસ સંબંધ રહ્યો છે.
કેટલીક બાબતો એકદમ હાસ્યાસ્પદ
જયશંકરે બાંગ્લાદેશ સાથેના સંબંધો પર સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકારના કેટલાક લોકો દરરોજ ભારત પર દોષારોપણ કરે છે. ‘વચગાળાની સરકારમાંથી ઊઠીને દરરોજ દરેક વસ્તુ માટે ભારતને દોષી ઠેરવે છે, તો જો તમે અહેવાલો જુઓ તો તેમાંથી કેટલીક બાબતો એકદમ હાસ્યાસ્પદ છે.’