મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી સુરક્ષામાં કર્યો વધારોઃ ચૂંટણી યોજવાની વિપક્ષની માગ

ઇમ્ફાલઃ પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા અને વિધાનસભા સ્થગિત કર્યાના એક દિવસ બાદ તમામની નજર હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કેન્દ્રીય નેતૃત્વ પર છે.
ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આ અંગે આગામી નિર્ણય શું લેશે તેના પર તમામની નજર રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યા પછી રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, જ્યારે વિપક્ષ ચૂંટણી યોજવાની માગણી કરી હતી.
આપણ વાંચો: રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યાના કલાકોમાં મણિપુરમાં CRPFના જવાને કર્યું ફાયરિંગ, જાણો મામલો?
મણિપુરમાં ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું અને વિધાનસભા સ્થગિત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ પૂર્વ મુખ્યપ્રધાન એન. બિરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ અહીં રાજકીય અનિશ્ચિતતાની સ્થિતિ ઊભી થઈ હતી.
ભાજપ તેના પૂર્વોત્તર પ્રભારી સંબિત પાત્રા અને ધારાસભ્યો વચ્ચે અનેક રાઉન્ડની ચર્ચા છતાં મુખ્યપ્રધાન પદના ઉમેદવાર પર સર્વસંમતિ બનાવવામાં નિષ્ફળ રહ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.