અમદાવાદ

Ahmedabad મેટ્રોના મુસાફરોને મળશે મોટી રાહત, અમદાવાદ ગાંધીનગર વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેર અને ગાંધીનગરમાં પરિવહન સેવા પૂરી પાડતી મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે મેટ્રોના મુસાફરીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાની ટ્રેનની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે મુસાફરોને ઝડપથી મેટ્રો મળી શકશે.

મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી સીધી સેવા શરૂ થશે

હવેથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે મેટ્રો ટ્રેન મુસાફરોને બદલવી નહીં પડે. મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી જવા માટે સીધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરોનો સમય પણ બચી જશે અને દરરોજ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને મોટા અંશે રાહત મળશે.

આપણ વાંચો: મુંબઈ મેટ્રો 2A, મેટ્રો- 7,નો 15 કરોડ પ્રવાસીઓએ લીધો લાભ, પરંતુ અપેક્ષા કરતા ફૂટફોલ ઓછો

અનેક મુસાફરો લાભ લઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી સેવાનો અનેક મુસાફરો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં સવારી કરી છે તો બીજી તરફ તંત્રને પણ મેટ્રોથી કમાણીમાં લાભ થઈ રહ્યો છે અને લાખો રૂપિયાની આવક સરકારે પણ મેટ્રો દ્વારા કરી છે.

મોબાઇલથી મેટ્રોની ટિકિટ મેળવી શકાશે

અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન Ahmedabad Metro લૉન્ચ કરવામાં આવી છે. મુસાફરો હવે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button