ટોપ ન્યૂઝનેશનલ

અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું અવસાન, અયોધ્યામાં શોકની લાગણી

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું આજે 12 ફેબ્રુઆરીના રોજ 87 વર્ષની આયુએ અવસાન (Ram Mandir pujari Satyendra Das passed away) થયું. અહેવાલ મુજબ તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યાર બાદ તેમની તબિયત લથડતાં લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આજે અંતિમ શ્વાસ લીધા. આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધનથી રામ નગરી અયોધ્યામાં શોકનું મોજું ફરી વળ્યું છે. સત્યેન્દ્ર દાસને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હતી. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં ન્યુરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Also read: અયોધ્યાના રામ મંદિરે દાનમાં પાછળ મૂકી દીધા ભારતના આ મંદિરોને… મળ્યું અધધધ દાન..

6 ડિસેમ્બર, 1992 ના રોજ જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે સત્યેન્દ્ર દાસ અસ્થાયી રામ મંદિરના પૂજારી હતા. સત્યેન્દ્ર દાસ સૌથી લાંબા સમય સુધી રામ મંદિરમાં મુખ્ય પૂજારી રહ્યા, જ્યારે જેમણે આધ્યાત્મિક જીવન પસંદ કર્યું, ત્યારે તેઓ માત્ર 20 વર્ષના હતા.

બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે મુખ્ય પુજારી બન્યાના માત્ર નવ મહિના થયા હતાં. આ સમયે મોટા પાયે રાજકીય ઉથલપાથલ થઈ, જેના કારણે ભારતીય રાજકારણની દિશા બદલાઈ ગઈ. આ દરમિયાન સત્યેન્દ્ર દાસ રામ મંદિર ચળવળને સમર્થન આપતા રહ્યા. તેઓ મુખ્ય પૂજારી તરીકે સેવા આપતા રહ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button