નેશનલ

જયપુરમાં કાર અકસ્માતમાં માતા સહિત બે પુત્રીના મોત, ત્રણનો બચાવ

જયપુર: અહીં બે કાર સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં એક મહિલા અને તેની બે પુત્રીનું મોત થયું હતું અને અનેક જણ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત આજે સવારે ચોમુ-રેનવાલ સ્ટેટ હાઈવે પર થયો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરી શકાયો હતો.

રેનવાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દેવેન્દ્ર ચાવલાએ જણાવ્યું હતું કે હરસોલી ઈંટના ભઠ્ઠા પાસે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને બે એમ્બ્યુલન્સની મદદથી રેનવાલ (જયપુર) ઉપ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ચોમુની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આપણ વાંચો: મહાકુંભમાં જઈ રહેલ પિકઅપ અને SUV વચ્ચે અકસ્માત: ત્રણ જણનાં મોત

પોલીસના જણાવ્યા અનુસાર, કિશનગઢ રેનવાલ પંચાયત સમિતિના ગ્રામ પંચાયત મલિકપુરના બાબુલાલ યાદવ સોમવારે સવારે પરિવાર સાથે નીકળ્યા હતા. રસ્તામાં કાર સામેથી આવતી અન્ય કાર સાથે અથડાઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે કારમાં મુસાફરી કરી રહેલા બાબુલાલ યાદવની પત્ની જમના દેવી (૪૮) અને તેમની પુત્રી શિમલા (૨૬)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કારમાં મુસાફરી કરી રહેલા બાબુલાલ યાદવ, તેમનો પુત્ર સુનીલ અને બે પુત્રી રાજુ અને લક્ષ્મી ઘાયલ થયા હતા. લક્ષ્મી (૨૦)નું સારવાર દરમિયાન મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button