Bank Of Baroda માં છે તમારું ખાતું? આ મહત્ત્વના નિયમ વિશે જાણી લેશો તો સારું રહેશે, નહીં તો…
આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને આ બેંક એકાઉન્ટ ખોવાતી વખતે કેટલાક નિયમોનું પાલન ખાતું ખોલનાર વ્યક્તિએ કરવાનું હોય છ. જો વ્યક્તિ દ્વારા નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો બેંક ખાતાધારકને પેનલ્ટી લગાવે છે. આ મહત્ત્વના નિયમમાંથી જ એક એટલે મિનિમમ બેલેન્સ મેઈન્ટેન કરવું. દરેક બેંકની મિનિમમ બેલેન્સની પોલિસી અલગ અલગ હોય છે પરંતુ આજે આપણે અહીં વાત કરીશું બેંક ઓફ બરોડા (Bank Of Baroda)ની મિનિમમ બેલેન્સ પોલિસી વિશે.
Also read : 2000 રૂપિયાની નોટ પાછી ખેંચીને આ નવી નોટ બહાર પાડશે RBI? જાણો શું છે ઈનસાઈડ સ્ટોરી…
જો તમારું ખાતું પણ બેંક ઓફ બરોડા બેંકમાં છે તો તમારે આ પોલિસી વિશે જાણી લેવું ફાયદાનો સોદો સાબિત થશે, નહીં તો તમારે એના દુષ્પરિણામો ભોગવવાનો વારો આવશે. આવો જોઈએ શું છે આ પોલિસી-
બેંક ઓફ બરોડા દ્વારા પણ મિનિમમ બેલેન્સને લઈને નિયમ બનાવવામાં આવ્યો છે. અલગ અલગ ક્ષેત્રની જેમ બેંક દ્વારા એકાઉન્ટ માટે મિનિમમ બેલેન્સની લિમિટ નક્કી કરવામાં આવી છે.
ઉદાહરણ આપીને સમજાવીએ તો જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં આવેલી બેંક ઓફ બડોદામાં ખાતું ખોલાવ્યું છે તો તમારા માટે મિનિમમ બેલેન્સની મર્યારા 500 રૂપિયા રાખવામાં આવી છે તો જો સેમિ અર્બન રિજનમાં આવેલી બીઓબીની બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું છે તો અહીં આ લિમિત 1000 રૂપિયા જેટલી સેટ કરવામાં આવી છે. આ સિવાય જો તમે દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહો તો છો અહીંની મિનિમમ બેલેન્સની લિમિટ રૂપિયા 2000 સેટ કરવામાં આવી છે.
બેંકમાં મેઈન્ટેન કરવા પડતાં મિનિમમ બેલેન્સ વિશે તો જાણી લીધું પણ શું થાય જો ખાતાધારક ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં મેઈન્ટેન કરે તો? ભાઈ આ સવાલનો જવાબ પણ અમે અહીં જ આપવા જઈ રહ્યા છે. બેંક ઓફ બરોડા દ્વારા મિનિમમ બેલેન્સ મેઈન્ટેન નહીં કરો તો બેંક તમને પેનલ્ટી ફટકારશે અને તમારા ખાતામાં જ્યારે પણ પૈસા જમા કરવામાં આવશે તો તે પૈસા ડાયરેક્ટ કાપી લેવામાં આવશે.
બેંક ઓફ બરોડામાં જો તમે ત્રણ મહિનાના આધાર પર મિનિમમ બેલેન્સની લિમિટ તો મેઈન્ટેન નહીં રાખો તો તમને પેનલ્ટી લગાવવામાં આવશે. અહીંયા તમારી જાણ માટે મેટ્રો અને અર્બન એરિયા આ પેનલ્ટી ફી 200 રૂપિયા છે જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે આ મર્યાદા 100 રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે.
Also read : આજથી બદલાઈ ગયા છે બેંકિંગના આ નિયમો, RBIએ બહાર પાડી નવી ગાઈડલાઈન…
ટૂંકમાં મોરલ ઓફ ધો સ્ટોરી વિશે વાત કરીએ તો જો તમારે પણ આ પેનલ્ટીમાંથી બચવું હોય તો તમારે તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવી રાખવું પડશે અને જો તમે આવું કરવામાં નિષ્ફળ થશો તો બેંક તમને પેનલ્ટી પર પેનલ્ટી ફટકારશે અને તમારી મહેનતના પૈસા વેડફાતા રહેશે.