તૃપ્તિ ડિમરી કરશે બાયોપિક, આ મશહુર અભિનેત્રીનો રોલ નિભાવશે
રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં નજરે પડ્યા બાદ બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી પાસે પ્રોજેક્ટ્સની લાઇન લાગી છે. તેની કિસ્મત જ ચમકી ગઇ છે. એક પછી એક નિર્માતાઓ તેના ઘરની બહાર તેને સાઇન કરવા માટે લાઇન લગાવવા માંડ્યા છે. હવે તૃપ્તિ ડિમરી વિશે એક મહત્વના સમાચાર જાણવા મળ્યા છે.
તૃપ્તિના હાથમાં એક મોટો પ્રોજેક્ટ આવી ગયો છે. એમ જાણવા મળ્યું છે કે તૃપ્તિ ડિમરી ને એક બાયોપિક ઓટીટી સિરીઝમાં દિવંગત અભિનેત્રી પરવીન બાબીની ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે. આ ઓટીટી સિરીઝનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે.
આપણ વાંચો: તૃપ્તિ ડિમરીની ચોરી પકડાઈ ગઈ, દિલની વાત શેર કરીને લખ્યું કે…
તૃપ્તિ ડિમરી નિભાવશે પરવીન બાબીનો રોલઃ-
પરવીન બાબીની બાયોપિકમાં તૃપ્તિ ડિમરી મેન રોલ નિભાવશે. આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મનું ડિરેક્શન સોનાલી બોસ કરશે. સોનાલી અમૂ, માર્ગારિટા વિધ અ સ્ટ્રો અને ધ સ્કાય ઇઝ પિંક જેવી ફિલ્મો ડિરેક્ટ કરવા માટે જાણીતી છે. તૃપ્તિ ડિમરીની વાત કરીએ તો તે પહેલેથી જ નેટફ્લિક્સના બે પ્રોજેક્ટ કરી ચૂકી છે. નેટફ્લિક્સ ની હોરર ફિલ્મ બુલબુલ અને કલામાં તેણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી
પરવીન બાબીની લાઇફ પર પહેરા પણ બની ચૂકી છે ફિલ્મઃ-
આ પહેલી વાર નથી જ્યારે પરવીન બાબીની બાયોપિક બની રહી હોય. આ પહેલા કંગના રનૌતની ફિલ્મ વો લમ્હે , સંજિશ હી સહી જેવી ફિલ્મોમાં પરવીન બાબીના જીવનની ઝલક મળી હતી. મહેશ ભટ્ટની ફિલ્મ અર્થ પણ પરવીન બાબીના જીવન પર આધારિત હતી.
પરવીન બાબી વિશેઃ-
દિવંગત પરવીન બાબી 70 અને 80ના દાયકાની બોલ્ડ અને ખૂબસુરત અભિનેત્રી કહેવાતી હતી. તેના જમાનાની તે સૌથી વધુ ચાર્જ કરતી મોંઘી હિરોઇન કહેવાતી હતી. ફિલ્મી કરિયરમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેણે બોલિવૂડના લગભગ દરેક અભિનેતા સાથે કામ કર્યું હતું. પરવીન બાબી ગંભીર મેન્ટલ સમસ્યાની શિકાર બની હતી.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેને સ્કિઝોફ્રેનિયા નામની બીમારી થઇ હતી, જેની તેની ફિલ્મી કારકિર્દી પર બુરી અસર પડી અને તેને કામ મળતું બંધ થઇ ગયું હતું. તેણે પોતાની જાતને ઘરની ચાર દીવાલોમાં જ કેદ કરી લીધી હતી. તેને સતત એક જ ડર સતાવતો હતો કે કોઇ તેને મારી નાખશે. આ ડરને કારણે તે કોઇની સાથે હળતી મળતી કે વાત પણ નહોતી કરતી.
તેના ઘરમાં તે સાવ એકલી રહેતી હતી અને બહારથી ખાવાનું મંગાવીને મેન ડોરની બહારથી એક નાનકડી વિન્ડોમાંથી અંદર લેતી હતી. 2005માં તેના ઘરમાંથી તેની લાશ મળી આવી હતી. કંઇ કેટલાય દિવસ તેની લાશ ઘરમાં પડી રહી હતી.
આપણ વાંચો: તૃપ્તિ ડિમરીની અદા આ ફિલ્મમાં જોઇ શકો, પણ શરત એ કે…
તે સમયે તેના પગમાં ગેંગરિન થયું હતું અને તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેના પેટમાં ઘણા દિવસથી અનાજનો એક દાણો પણ નહોતો ગયો. એક તેજસ્વી અભિનેત્રીનો ઘણો જ કરૂણ અંત આવ્યો હતો.
તૃપ્તિ ડિમરીની અપકમીંગ ફિલ્મો વિશેઃ-
તૃપ્તિ ડિમરી વિશે વાત કરીએ તો તે છેલ્લે ભૂલ ભુલૈયા-3માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દિક્ષીત પણ લીડ રોલમાં હતા. તૃપ્તિ ડિમરી હવે વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે.