છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃ 50 કિલો આઇઇડી જપ્ત
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા 50 કિલોગ્રામના શક્તિશાળી ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) જપ્ત કર્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, બાસાગુડા-આવાપલ્લી રોડ પર તિમાપુર દુર્ગા મંદિર નજીક એક પુલ નીચે રિમોટ-કંટ્રોલ્ડથી રાખવામાં આવેલા આઇઇડીની શોધ સીઆરપીએફની 168મી બટાલિયનના બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીએસ)એ કરી હતી. આ બટાલિયન લેન્ડમાઇન્સને હટાવવાનો અભ્યાસ કરી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે નક્સલીઓએ આઇઇડી માટે જગ્યા કરવા માટે કેટલાક પથ્થરો અને સિમેન્ટ હટાવ્યા હતા જેને બાદમાં પત્થરોથી ઢાંકવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે પરંતુ મેટલ ડિટેક્ટરે તે શોધી કાઢ્યું હતું.
આ પણ વાંચો : નકસલવાદ સામે મોટી સફળતા; છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા
તેમણે કહ્યું હતું કે બીડીએસએ અગાઉ તેને સુરક્ષિત રીતે હટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આઇઇડી સપાટીની નીચે લગાવવામાં આવ્યો હતો જેથી તેને નિયંત્રિત વિસ્ફોટ મારફતે ડિએક્ટિવેટ કરવામાં આવ્યો હતો.