ડિવોર્સની વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે આ શું કહ્યું Abhishek Bachchanએ?
બોલીવૂડના અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં ડિવોર્સ અને પારિવારિક વિખવાદને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. જુનિયર બચ્ચનનું માનવું છે કે તેના પરિવારનો દરેક સદસ્ય ખૂબ જ ટેલેન્ટેડ છે.
પરંતુ હાલમાં જુનિયર બચ્ચનનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બચ્ચન પરિવારની બહુરાની અને પોતાની પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચનના વખાણ કરતાં સાંભળવા મળી રહ્યો છે. આવો જોઈએ શું કહ્યું અભિષેકે-
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
અભિષેક બચ્ચને આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા રાય-બચ્ચનના ભરપૂર વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તે મારી પત્ની છે અને મને એના પર ખરેખર ખૂબ જ ગર્વ છે. અભિષેકે જણાવ્યું હતું કે પરિવારમાં અનેક સુપરસ્ટાર છે અને જ્યારે મેં ડેબ્યુ કર્યું હતું ત્યારથી જ મારી સરખામણી મારા પિતા અમિતાભ બચ્ચન સાથે કરવામાં આવી હતી.
આજે પણ લોકો મારો ગ્રાફ જોતા લોકો મારી સરખામણી મારા માતા-પિતા અને મારી વાઈફ ઐશ્વર્યા સાથે કરે છે.
આગળ ઈન્ટરવ્યુમાં અભિષેકે એવું પણ જણાવ્યું હતું કે ઐશ્વર્યાની અચિવમેન્ટ્સ પર મને ખૂબ જ ગર્વ થાય છે અને મારા માટે પણ મારી જાતને સાબિત કરવું સરળ નહોતું રહ્યું.
25 વર્ષ બાદ તમને એ સવાલ પૂછવામાં આવે છે અને સરખામણી કરવામાં આવે છે. મને તો હવે આ વાતની આદત થઈ ગઈ છે. પરંતું હું એટલું ડિઝર્વ કરું છું કે મારું નામ આ મહાન લોકો સાથે લેવામાં આવે છે. મારા માટે ગર્વની વાત છે. મારો પરિવાર મારો છે. મારી પત્ની મારી પત્ની જ છે અને મને એની તમામ અચિવમેન્ટ્સ પર કૂબ જ ગર્વ છે.
આપણ વાંચો: અભિષેક બચ્ચને યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગમાં ખરીદી ટીમ
આટલું જ નહીં પણ આ આ ઈન્ટરવ્યુમાં જ અભિષેક આગળ એવું પણ કહ્યું હતું કે હું પણ મારા પિતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની જેમ જ 82 વર્ષની ઉંમરે પણ કામ કરવા માંગું છું. હું મારા પિતા જેવો જ બનવા માંગુ છું.
જે રીતે તેઓ આજે કામ કરી રહ્યા છે હું ઈચ્છું છું કે હું આ જ રીતે 82 વર્ષની ઉંમરમાં કામ કરું. હું પણ ઈચ્છું છું મારી દીકરી આરાધ્યા પણ કહે કે મારા ડેડી 82 વર્ષની વયે પણ કામ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન જ્યારથી અંબાણી પરિવારના ફંક્શનમાં અલગ અલગ પહોંચ્યા હતા ત્યારથી જ બંને વચ્ચે કંઈ ઠીક નથી અને બંને જણ ડિવોર્સ લઈ શકે છે એ અંગેની જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.