ઇન્ટરનેશનલનેશનલ

આ મુસ્લિમ દેશોએ પણ જોયો મહાકુંભનો ક્રેઝ, પાકિસ્તાન ગુગલ પર શું સર્ચ કરે છે?

નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં આયોજિત થયેલા મહાકુંભમાં ઇસ્લામિક દેશોને ભારે રસ પડ્યો છે. પડોશી દેશ પાકિસ્તાન પણ મહાકુંભ વિશે google પર ઘણું સર્ચ કરી રહ્યો છે. પાકિસ્તાન ઉપરાંત કતાર, યુએઈ અને બહેરીન જેવા દેશો પણ કુંભમેળામાં રસ લેતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત નેપાળ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, યુકે, થાઈલેન્ડ અને યુએસએ જેવા દેશોના લોકો પણ આ મહાકુંભ મેળા મેળા વિશે સર્ચ કરી રહ્યા છે.

સોમવારથી પ્રયાગરાજમાં મહાકુંભનો આરંભ થયો છે. મહાકુંભ હવે માત્ર ભારતનો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનો તહેવાર બની ગયો છે. દેશ-વિદેશના ભક્તો મહાકુંભ પ્રત્યે આકર્ષાયા છે. બ્રાઝિલ, જર્મની, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્પેન જેવા ઘણા દેશોમાંથી ભક્તો પ્રયાગરાજ પહોંચવા લાગ્યા છે. એમ લાગે છે કે આ પ્રસંગનું વૈશ્વિક મહત્વ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે લોકોનું આકર્ષણ વધતું જઈ રહ્યું છે. google ટ્રેન્ડસમાં જોવા મળે છે કે મહાકુંભને લઈને ઇસ્લામિક દેશોમાં ઘણી ઉત્સુકતા છે. મહાકુંભ વિશે સર્ચ કરનારા દેશોમાં આશ્ચર્યજનક નામ પાકિસ્તાનનું છે. પાકિસ્તાન ગુગલ પર મહાકુંભ વિશે ઘણી માહિતી મેળવી રહ્યો છે.

વિદેશના રહેતા લોકોએ મહાકુંભ વિશે માહિતી માટે google સર્ચ નો સહારો લીધો છે. તેમને મહાકુંભ, મહાકુંભ મેળો, પ્રયાગરાજ મહાકુંભ, મહાકુંભ હોટલની વ્યવસ્થા, મહાકુંભ શહેર, મહાકુંભનું સ્થાન, મહાકુંભનું મહત્વ, મહાકુંભની તારીખ, મહાકુંભ વિશેની માહિતી વગેરે ઘણા કીવર્ડ નાખીને મહાકુંભ વિશે માહિતી મેળવી છે.

આપણા દેશની વાત કરીએ તો ગુજરાત, દાદરા નગર હવેલી, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, છત્તીસગઢ બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઓરિસ્સા, ગોવા, પશ્ચિમ બંગાળ, આસામ, ચંદીગઢ કર્ણાટક, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોના લોકોએ મહાકુંભ અંગે માહિતી એકત્ર કરવામાં રસ દર્શાવ્યો છે. ગુજરાતમાં હિંમતનગરના લોકોએ આ મહાકુંભ વિશે માહિતી મેળવવામાં વધુ રસ દર્શાવ્યો છે. ત્યારબાદ પ્રયાગરાજ, અયોધ્યા ઝીંજક, ચિત્રકૂટ, મિરઝાપુર, કિશનગંજ, રાજકોટ, હિમાલય પ્રદેશ, ઉના વગેરે શહેરોના લોકોએ મહાકુંભ અંગે સર્ચ કરવામાં રસ દર્શાવ્યો છે. એમ પણ જાણવા મળ્યું છે કે ચાર જાન્યુઆરી સુધીમાં વિશ્વના 183 દેશોમાંથી 33,05,667 યુઝર્સે મહાકુંભની વેબસાઈટની મુલાકાત લઈને તેના વિશે માહિતી એકત્ર કરી હતી.

મહાકુંભમાં સનાતન સંસ્કૃતિનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. સંગમમાં સ્નાન કરનારાઓમાં માત્ર ભારતીયો નહીં પરંતુ વિદેશના ભક્તો પણ સામેલ છે. તેઓ પણ આ દિવ્ય અનુભવ લઈ રહ્યા છે. મહાકુંભ મેળો ફરી એકવાર સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને સનાતન સભ્યતાની ઝાંખી કરાવી રહ્યો છે.

આ પણ વાંચો…મથુરામાં મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસમાં લાગી આગ, એકનું મોત

વિશ્વના આ સૌથી મોટા ધાર્મિક મેળામાં બીજા દિવસે વિવિધ અખાડાઓના સંતોએ પણ ભાગ લીધો હતો. મંગળવારે ત્રિવેણી સંગમ પર સાડા ત્રણ કરોડ શ્રદ્ધાળુઓએ શાહી સ્નાન કર્યું હતું અને પવિત્ર નદીમાં ડબકી લગાવી હતી. પ્રથમ પવિત્ર સ્નાન પોષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button