બોલિવૂડ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (rahul gandhi) તેની આવનારી ફિલ્મ ‘ઇમરજન્સી’ જોવા માટે આમંત્રણ આપ્યું છે સાથે કંગનાએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને પણ આ આમંત્રણ આપ્યું છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે.
કંગના રનૌતની આ ફિલ્મ 1975 થી 1977 દરમિયાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી અને તેના પરિણામો પર આધારિત છે. ઇમરજન્સીને (movie Emergency) ભારતીય લોકશાહીમાં એક અંધકારમય અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કંગના પોતે ડિરેક્ટર અને એક્ટર છે. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીના રોલ માં જોવા મળશે.
કંગના (kangana) રનૌતે એક ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીના વર્તનની નિંદા કરી છે. અને તેણે પ્રિયંકા ગાંધીનો સ્વભાવ રાહુલ ગાંધી કરતાં સારો ગણાવ્યો હતો. આટલું જ નહી સંસદમાં પ્રિયંકા ગાંધી (priyanka gandhi) સાથેની વાતચીતને યાદ કરી કંગનાએ કહ્યું કે જ્યારે હું પ્રિયંકા ગાંધીને મળી, ત્યારે તેમણે સ્મિત આપતા કહ્યું આ આપણી ખૂબ જ મીઠી વાતચીત હતી.
આપણ વાંચો: કંગના રનૌતે ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ આપ્યા અભિનંદન, એક રસપ્રદ ફોટો પણ શેર કર્યો
મને તે ઘટના ખૂબ જ સારી રીતે યાદ છે. પ્રિયંકા ગાંધી ખૂબ જ નમ્ર છે. તેઓ તેના ભાઈની વિરુદ્ધ છે. તેઓ બુદ્ધિશાળી છે અને તેઓ જે કહે છે તે સાચું છે. વધુમાં કંગના રનૌતે કહ્યું, તમે રાહુલ ગાંધીને ઓળખો જ છો ,તેમને શિષ્ટાચારનું કોઈ જ્ઞાન નથી. તેમ છતાં હું રાહુલ ગાંધીને પણ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપું છું
ફિલ્મ ‘ઇમરજન્સી’માં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, અશોક છાબરા, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ, વિશાલ નાયર અને સ્વર્ગસ્થ સતીશ કૌશિક જેવા કલાકારોનું મોટું યોગદાન છે. આ ફિલ્મ 21 મહિનાના સમયગાળા પર આધારિત છે જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશ માટે આંતરિક અને બાહ્ય જોખમોને ટાંકીને સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
આપણ વાંચો: ગના રનૌતે કરોડોની ખોટ ખાઈને વેચ્યો મુંબઈનો બંગલો! BMCનું બુલડોઝર અહીં જ ચાલ્યું હતું
કંગનાની આ ફિલ્મ ઘણી અડચણો બાદ રિલિઝ થવાની છે. અભિનેત્રીના સાંસદ બન્યાં બાદની આ પહેલી ફિલ્મ છે અને તે ભાજપના વિરોધ પક્ષ કૉંગ્રેસનાં મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી પર છે, આથી ફિલ્મને રાજકીય રંગ લાગસે તે નક્કી છે.