નેશનલ

નિગમબોધ ઘાટ પર થશે પૂર્વ વડાપ્રધાન Manmohan Singh નો અંતિમ સંસ્કાર, કોંગ્રેસે માંગી સ્મારક માટે જગ્યા

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું(Manmohan Singh)ગુરુવારે દિલ્હી એમ્સમાં 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. પ્રધાન મંત્રી મોદી સહિત ભારત અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ અને નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક સંદેશ મોકલ્યો છે. જ્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ ડો.મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકાર પાસે મોટી માંગણી કરી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે પૂર્વ પીએમ મનમોહન સિંહની સ્મારક માટે જગ્યાની માંગ કરી છે.

ખડગેએ પીએમ મોદી સાથે વાત કરી હતી

મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે ડો. મનમોહન સિંહની સમાધિ માટે જગ્યા ફાળવવામાં આવે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને તેમની સમક્ષ આ માંગણી મૂકી છે.

આપણ વાંચો: અંદાઝ-એ-બયાંઃ મનમોહન સિંહ અને સુષ્મા સ્વરાજ વચ્ચે થતી હતી શાયરાના જુગલબંધીઃ જૂઓ વીડિયો

દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર

ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની અંતિમ યાત્રા શનિવારે સવારે 9.30 કલાકે શરૂ થશે. તેમના પાર્થિવ દેહને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલયથી સ્મશાનભૂમિ સુધી લઈ જવામાં આવશે. મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે સવારે 11.45 વાગ્યે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે.

આપણ વાંચો: સોનિયા ગાંધીના વફાદાર હતા, એટલે મનમોહન સિંહ બન્યા હતા પીએમઃ સંજય બારુના પુસ્તકની અજાણી વાતો જાણો

અર્થશાસ્ત્રમાં તેમનું યોગદાન હંમેશા જીવંત રહેશે

શુક્રવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ડૉ.મનમોહન સિંહના નિધન પર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સામાન્ય રીતે એ વાત પર સહમતિ સધાઈ હતી કે ભૂતપૂર્વ પી એમ ડૉ. મનમોહન સિંહ 10 વર્ષ સુધી ભારતના વડાપ્રધાન હતા અને તેમના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરવામાં આવે. આ સાથે ડૉ.મનમોહન સિંહના નામે યોગ્ય સ્મારક બનાવવામાં આવે. કોંગ્રેસે કહ્યું છે કે ડૉ. મનમોહન સિંહનું નેતૃત્વ અને અર્થશાસ્ત્રમાં તેમનું યોગદાન હંમેશા જીવંત રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button