નેશનલ

શોકિંગઃ દુનિયામાં સુરક્ષિત વોલ્વો કાર પર કન્ટેનર ફરી વળ્યું, 6 જણનાં મોત

આઈટી કંપનીના CEOનો પરિવાર બન્યો અકસ્માતનો શિકાર, સીસીટીવી ફૂટેજ વાઈરલ

બેંગલુરુ: બેંગલુરુ નજીક તાજેતરમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે-48 પર દુનિયાની સૌથી સુરક્ષિત ગણાતી વોલ્વો કાર પર ઉપર કન્ટેનર ફરી વળ્યું હતું. આ કારમાં મુસાફરી કરી રહેલા આઈટી કંપનીના સીઈઓના પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. હવે આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 49 સેકન્ડના વીડિયો ફૂટેજમાં અકસ્માતના દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે.

આ પણ વાંચો: પુણેમાં મોટો અકસ્માત, ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડ્યા, 3ના મોત

21 તારીખની ઘટના
આ માર્ગ અકસ્માતમાં 21 ડિસેમ્બરના રોજ કર્ણાટકના બેંગલુરુમાં સર્જાયો હતો. ખૂબ જ ભારે એલ્યુમિનિયમના થાંભલાઓથી ભરેલી એક ટ્રક રોડ પર જઈ રહી હતી ત્યારે અચાનક આ કન્ટેનરની આગળ એક કારે બ્રેક લગાવી હતી. કારને ટક્કરથી બચાવવા માટે કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ ફેરવી દીધું હતું.

આ પણ વાંચો: Brazil માં ગમખ્વાર માર્ગ અકસ્માત, 38 લોકોના મોત 13 ઘાયલ

ડ્રાઇવરે શું આપ્યું નિવેદન?
મીડિયા અહેવાલો અનુસાર સીઈઓનો પરિવાર કારમાં વિજયપુરા જઈ રહ્યો હતો. આ દરમિયાન નેલમંગલા પાસે અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામનારમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મીડિયા સાથે વાત કરતા કન્ટેનર ડ્રાઈવરે કહ્યું કે અચાનક મોટા વાહનને બ્રેક લગાવીને રોકવું ઘણું મુશ્કેલ છે, આથી જ તેણે કન્ટેનરનું સ્ટિયરિંગ સીધું પોતાના હાથ તરફ ફેરવ્યું. આ સાથે જ ટ્રક ડિવાઈડર સાથે અથડાયું હતું અને આ ઘટનામાં ટ્રકનો સામાન સામેથી આવી રહેલી વોલ્વો કારની ઉપર પડ્યો હતો.

CCTV ફૂટેજની તપાસ ચાલુ
અકસ્માતમાં એક આખો પરિવારને કાળનો ભેટો થયો હતો. અકસ્માત બાદ ક્રેઈનની મદદથી વોલ્વોને રોડ વચ્ચેથી ઉંચકીને રસ્તાને સાફ કરી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ડેપ્યુટી એસપી રેન્કના અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે. અકસ્માત શા કારણે થયો તેની તપાસ હજુ પણ ચાલી રહી છે અને તે માટે નજીકના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button